BREAKING NEWS

રવિરાજ હોટલમાં ઉતરેલો ગઠિયો સંચાલકને 6 લાખનો ચૂનો ચોપડી ગયો

  • November 21, 2025 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના ઢેબરરોડ પર આવેલી રવિરાજ હોટેલમાં ઉતરતા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા પંથકના ગુનદાણ ગામના શખશે હોટલ સંચાલક સાથે પરિચય કેળવ્યા બાદ પોતે સોલાર પેનલનું કામ કરતો હોય હોટલમાં સસ્તામાં સોલાર પેનલ લગાવી દેવાનું કહી સંચાલક પાસેથી 6 લાખ લઈ લીધા બાદ સોલાર પેનલ ન લગાવી ઠગાઈ આચર્યાની સંચાલકે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ઢેબર રોડ પર આવેલી રવિરાજ હોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં અશ્વિનભાઈ પ્રવીણચંદ્ર ત્રિવેદી ઉ.વ.54 વાળા એ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં નોંધાવી હતી જેમાં ચીટર તરીકે તાલાલાના વિશાલ ભરતભાઈ પંચોલીનું નામ આપ્યું હતું.

અશ્વિનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિરાજ હોટલમાં પોતે મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું અને હોટેલમાં આવતા ગ્રાહક તાલાળા પંથકનો વિશાલ પંચોલી અવારનવાર હોટલમાં ઉતરતો હતો ગત 1 ઓગસ્ટના વિશાલ હોટેલની ઓફિસમાં આવ્યો હતો અને પોતે સોલાર પેનલ ફિટિંગનું કામ કરે છે અને હોટેલ માટે સસ્તામાં સોલાર પેનલ લગાવી દેશે તેવી વાત કરી હતી જેથી મેનેજરે હોટેલ માલિક જીલુભાઈ રાવતુભાઈ ખાચર સાથે વાત કરાવતા હોટેલ માલિક જીલુભાઇએ 4.50 લાખનો ચેક વિશાલને આપ્યો હતો.

ચીટર વિશાલે ગણતરીના દિવસોમાં જ કામ પૂરું કરાવી દેવાની ખાતરી આપ્યા બાદ દિવસો વિતવા છતાં કામ શરૂ નહીં થતાં મેનેજર અશ્વિનભાઈએ અને માલિક જીલુભાઇએ ફોન કરતાં વિશાલે બાકીના 1.50 લાખ ચૂકવવાનું કહેતા ફરીથી તેને 1.50 લાખનો ચેક આપી દેવાયો હતો.

ત્યારબાદ વિશાલે હોટેલમાં વાયરિંગનું કામ શરૂ કરાવ્યું હતું અને કામ અધૂરું છોડી માણસો જતા રહ્યા હતા. આ અંગે હોટલ માલિક જીલુભાઈ અને મેનેજર અશ્વિનભાઈ ત્રિવેદીએ ફોન કરતાં શરૂઆતમાં વિશાલે ગલ્લાં તલ્લાં કર્યા હતા અને બાદમાં ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો જેથી તેની સામે એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


તાલાળાના ગુનદાણના ચિટરે વેરાવળમાં પણ કરી છે કળા

રવિરાજ હોટેલના માલિક જીલુભાઈ ખાચરે ખાનગી રીતે તપાસ કરાવી હતી તો જાણવા મળ્યું હતું કે તાલાળા પંથકના ગુના દાણાના ચીટર વિશાલ પંચોલી આ રીતે વેરાવળમાં પણ અનેક લોકો પાસેથી નાણા ઉઘરાવી ચૂનો ચોપડિયાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે ગઠીયાને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.


ચીટરે દ્વારકાની ગૌશાળા સાથે પણ 17.51 લાખની ઠગાઈ આચરી

રાજકોટમાં હોટલ સંચાલક સાથે છેતરપિંડી આચરનાર તાલાળા પંથકના વિશાલ પંચોલી એ ગત ફેબ્રુઆરી માસમાં દ્વારકામાં આવેલ એક ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરાવવાના બહાને 17.૫૧ લાખનો ચેક લઈ લીધા બાદ આ જ એમ ઓ થી છેતરપિંડી આચાર્યનું અને તેની સામે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application