રાજકોટ જિલ્લામાં નાસતા ફરતા ફરતા અને તડીપાર કરવા છતાં તેનો ભંગ કરનાર શખસોને ઝડપી તેની સામે કાર્યવાહી કરવા માટે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચનાના પગલે રૂરલ એલસીબી અને એસઓજીની ટિમ રાજકોટ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન કોટડા સાંગાણી પોલીસ મથકમાં તા.9-1ના રોજ જુગારના ગુનામાં નામ ખુલતા જયસુખ અરજનભાઇ ચોવટીયા (રહે-ખારચીયા તા.જસદણ) સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસ ધરપકડથી બચવા શખસ છેલ્લા પાંચેક મહિનાથી નાસતો ફરતો હતો જે પોતાના ગામમાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબીની ટીમે વોચ ગોઠવી ખારચીયામાંથી ઝડપી લઇ કોટડા સાંગાણી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શખ્સ સામે આટકોટ પોલીસ મથકમાં જુગારના બે ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.આ કામગીરી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ કે.એમ.ચાવડા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, પીએસઆઈ આર.વી.ભીમાણી પીએસઆઈ પી.એન,ભરવાડ અને ટીમના એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, હેડ.કોન્સ.જીતેન્દ્રભાઈ ગોહિલ, ધર્મેન્દ્ર બાવળીયા, અમિતદાન સુરુ, અઝીમભાઇ સમા, પો.કોન્સ.વિજયભાઈ ખડિયા, ભાવેશભાઈ મકવાણા અને વિજયભાઈ સિંહાર દ્વારા કરવામાં આવી છે.જયારે જેતપુરના સુલેકા ગામનો રાજેશ ઉર્ફે રજુ બાળરૂભાઈ માંજરિયાને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા ચાર માસ માટે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાથી હદપાર કર્યો હતો એમ છતાં જિલ્લાની હદમાં આવી સુલતાનપુર ગામે આટાફેરા કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગ્રામ્ય એસઓજીના પીઆઈ જી.જે.ઝાલાની રાહબરીમાં ટીમે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application