આટકોટ પાસેના મોટા દડવામાં ખેડૂત પર શેઢા પાડોશીએ હુમલો કરી માથું ફોડી નાખ્યું
આટકોટ પાસેના મોટા દડવામાં ખેડૂત પર શેઢા પાડોશીએ હુમલો કરી માથું ફોડી નાખ્યું
April 07, 2026 02:25 PM
આટકોટ પાસેના મોટા દડવા ગામે ગટરના પાણી પ્રશ્ન ખેડૂત પ્રૌઢ પર શેડા પાડોશી પિતા–પુત્રો સહિતનાએ હત્પમલો કરી માથામાં પથ્થર મારી દીધો હતો. જેમાં ખેડૂતની ઈજા પહોંચી હતી. આ અંગે ચાર શખસો વિદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટ પાસેના મોટાદડવા ગામે રહેતા વિનુભાઈ પોલાભાઈ વેકરીયા (ઉ.વ. ૫૫) દ્રારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોટા દડવા ગામે જ રહેતા છગન ગાંડુભાઇ ડોબરીયા, રાજદીપ છગનભાઈ ડોબરીયા, નૈમિશ છગનભાઈ ડોબરીયા, દિલીપ ભીખાભાઈ ડોબરીયાના નામ આપ્યા છે. ખેડૂતે ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાની વાડીએ ગટરનું કામ કરતા હતા ત્યારે આરોપીઓએ ગાળો આપી એકસપં કરી ફરિયાદીને ધક્કો મારી પછાડી દઈ માથામાં પથ્થરનો ઘા મારી દીધો હતો. જેમાં તેમને માથાનાભાગે ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ખેડૂતની ફરિયાદ પરથી આટકોટ પોલીસે ચારેય આરોપીઓ સામે બીએનએસની કલમ ૧૧૮ (૧), ૧૧૫ (૨), ૩૫૨ અને ૫૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. વધુમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેઓની વાડીમાં પાણીની નિકાલ માટે ગટર બનાવેલો હોય જે આ લોકોને ગમતું ન હોય જેથી હત્પમલો કર્યેા હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી