BREAKING NEWS

સુત્રાપાડામાંથી ડિગ્રી વગર પ્રેકટીસ કરતો બોગસ તબીબ ઝડપાઈ ગયો

  • April 03, 2026 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા  સામે સખત કાર્યવાહી કરવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાની સુચના પગલે એસઓજીઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા, પોલીસ સબ ઇન્સ. આર.એસ.સુવાની રાહબરી હેઠળ એસઓજી શાખાના વિપુલભાઇ,પો.હેડ.કોન્સ , કૈલાસસિંહ , પો.કોન્સ. મહાવિરસિહ સહિતના સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,તે દરમ્યાન મળેલ સયુકત ખાનગી હકિકત આધારે મેડીકલ ઓફીસર પ્રવીતાબેન પ્રદિપભાઇ દાહીમા ને સાથે રાખી કદવાર ગામ વિસ્તારમાં શબ્બીર એમન મહિડા (રહે.પ્ર.પાટણવાળો) ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક–દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોય જેને રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ વિગેરે મેડિકલને લગત તમામ સાધન સામગ્રી કુલ આર્ટીકલ– સામગ્રી નંગ–૧૧ કિ.. ૭,૮૬૦–ના મુદામાલ સાથે મળી આવતા સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News