BREAKING NEWS

વેરાવળના ઈણાજ ગામથી ૪૪૫ ગ્રામ મારીજુઆનાના જથ્થા સાથે એક ઝબ્બે

  • June 20, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રભાસપાટણ એસઓજી પોલીસે ઈણાજ ગામ વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજો (મારીજુઆનાહશીશ)ના જથ્થા સાથે એક વ્યકિતને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા ની સુચના અન્વયે વી.બી.પીઠીયા ઇ.ચા.પો.ઇન્સ. પ્ર.પાટણ પો.સ્ટે. તથા આર.એચ.સુવા પો.સબ.ઇન્સ. એસ.ઓ.જી. શાખા નાઓ પ્ર.પાટણ પો.સ્ટે. સ્ટાફ તથા એસ.ઓ.જી. સ્ટાફ સાથે ઉપરોકત ડ્રાઇવ અન્વયે એન.ડી.પી.એસ. કામગીરી સબબ પ્ર.પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એસ.ઓ.જી. શાખાના એએસઆઈ જીજ્ઞેશગીરી અમૃતગીરી તથા હે.કો. મહેન્દ્રભાઇ બાબુભાઇને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ બાતમી હકીકત આધારે ઇણાજ ગામ જુનો વિસ્તારમાંથી ચંદુલાલ કાનજી અંકલેશ્ર્વરીયાના કબ્જા ભોગવટાના ફળીયામાંથી માદક પદાર્થ ગાંજો (મારીજુઆના હશીશ)નો જથ્થો મળી આવતા તેમના વિધ્ધ પ્ર.પાટણ પો.સ્ટે. ગુનો દાખલ કરી આરોપી વિધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News