BREAKING NEWS

ભાણવડના ભોમિયાવદરની સીમમાંથી ૯ ફુટ લાંબો મગર પકડાયો

  • July 02, 2026 12:12 PM 

ભાણવડના ભોમિયાવદરની સીમમાંથી ૯ ફુટ લાંબો મગર પકડાયો

પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, મદદનીશ વન સંરક્ષક રાજલ ડી. પાઠક અને આર.એફ.ઓ. એ. જી. ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે એક પ્રશંસનીય કામગીરી પાર પાડી છે. ભાણવડના ભોમિયાવદર ગામના વાડી વિસ્તારમાં આવેલ રામાભાઈ ગીગાભાઈ ઓડેદરાના રહેઠાણ નજીક ઝાડી-ઝાંખરામાં એક મહાકાય મગર આવી ચડતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટર એસ. આર. વકાતર અને વનરક્ષક એન.એ. કારાવદરા સહિત વન વિભાગના સ્ટાફના સભ્યો પંકજભાઈ, સુરેશભાઈ, રાજુભાઈ, મયુરભાઈ અને જયદીપભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત અને કુશળતાપૂર્વક આશરે ૯ ફૂટ લાંબા અને ૧૭ વર્ષની ઉંમર ધરાવતા આ મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ બાદ મગરને સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને વન વિભાગની તત્પરતાને બિરદાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News