વેરાવળ પોલીસે ડિટેઇન કરેલા ૧૬૯ વાહનોની હરાજીમાં ૭.૭૨ લાખ ઉપજયા

  • January 31, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ સિટી પોલીસ દ્રારા એમ.વી.એકટ કલમ-૨૦૭ ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ કુલ-૧૬૯ વાહનોની જાહેર હરાજી કરવામાં આવી હતી.  ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક  મનોહરસિંહ એન.જાડેજા  દ્વારા  એમ.વી.એકટ કલમ-૨૦૭ ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ વાહનોનો કાયદાકિય રીતે સત્વરે નિકાલ કરવા સુચના કરાયેલ થઇ જે અન્વયે  વી.આર.ખેંગાર નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ ડીવીજનના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણીની સુચના તથા માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન કામગીરી દરમ્યાન એમ.વી.એકટ કલમ-૨૦૭ ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ વાહનોનો નિકાલ કરવાનો હોય છે. અને વેરાવળ સીટી પોલીસ દ્વારા એમ.વી.એકટ કલમ-૨૦૭ ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ અલગ અલગ મોડેલના કુલ-૧૬૯ વાહનો જેમાં મોટર સાયકલો-૧૫૭ તથા ઓટો રિક્ષા-૧૦ તથા ટાટા મેજીક-૨ નો સમાવેશ થાય છે. જેની ડીપોઝિટ તા.૨૫/૦૧/૨૦૨૩ થી તા.૨૯/૦૧/૨૦૨૩ સુધી વેપારી મિત્રો પાસે ભરાવવામાં આવેલ હતી અને ઉપરોકત હરાજી આજરોજ તા.૩૦/૦૧/૨૦૨૩ ના વેરાવળ એમ.ટી. ગ્રાઉન્ડ ખાતે વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણીની અધ્યક્ષતામાં વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા મામલતદાર વેરાવળ જે.એન.શાબંડા તથા એ.આર.ટી. ગીર સોમનાથના અધિકારી જે.એ.ટાંકની હાજરીમાં જાહેર કરવામાં આવેલ હતી અને આ હરાજીમાં આશરે ૩૦૦ જેટલા વેપારી મિત્રોએ ભાગ લીધેલ હતો. અને એ.આર.ટી.ઓ ગીર સોમનાથનાઓ દ્વારા  આ વાહનોની બેઝ કિંમત રૂા.૫,૫૨,૭૦૦/- જેટલી નક્કી કરવામાં આવેલ હતી. અને આ કુલ-૧૬૯ વાહનો હરાજી દરમ્યાન આશરે કિંમત રૂા.૭,૭૨,૦૦૦/-માં વેચાણ થયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application