જામનગર બેરાજા ગામના દિગ્વિજય ઉર્ફે દિગુ જાડેજાને દારૂ, કાર સહિત કુલ ૪.૧૬ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી પીસીબી બ્રાન્ચ દારૂ
રાજકોટ શહેરમાં દેશી વિદેશી દા ના ધંધાથી બુટલેગરો પર દરોડા પાડવા પોલીસ કમિશનરે કરેલા આદેશના પગલે શહેર પીસીબી બ્રાન્ચના પીઆઇની સૂચનાથી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ ચોક્કસ હકીકતના આધારે પીસીબીની ટીમે ભાવનગર રોડ પર આવેલ ઢાંઢણી ગામના પાટીયા નજીક વોચ ગોઠવી પસાર થતી વર્નાકાર ઝડપી લેતા ૨.૧૬ લાખનો ૪૮૦ બોટલ વિદેશી દા મળી આવતા જામનગર ના બેરાજા (પસાયા) ગામના કાર ચાલક શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પીસીબી બ્રાંચના પીઆઈ એમ આર ગોંડલીયાની સૂચનાથી પીઆઇ એમ જે હત્પંણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પીબી ત્રાજિયા પીએસઆઇ આર કે જાડેજાની રાહબરીમાં પીસીબીની ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે દરમિયાન પીસીબીના કુલદીપ સિંહ જાડેજા યુવરાજ સિંહ રાણા,ને મળેલ બાતમીના આધારે ભાવનગર રોડ પર આવેલ ઢાંઢણી ગામના પાટીયા નજીક વોચ ગોઠવી ગોઠવી હતી, તે દરમિયાન કાર જી જે ૧૦ બીજી ૧૨૨૨ને અટકાવી તલાસી લેતા ૨.૧૬ લાખનો ૪૮૦ બોટલ વિદેશી દા મળી આવતા કારચાલક દિગ્વિજય ઉઠે દિગુ રણજીતસિંહ જાડેજા ઉમર ૩૪ રહે બેરાજા પસાયા જામનગર વાળાની ધરપકડ કરી દા કાર સહિત કુલ ૪.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા,પીઆઇ એમ.જે હત્પંણ, પીએસઆઇ પીબી, ત્રાજિયા, પીએસઆઇ આર કે જાડેજા, એ એસ આઇ મયુર પલારીયા, સંતોષભાઈ મોરી, દેવરાજભાઈ કલોતરા, દિલીપભાઈ બોરીચા, ઉમેશભાઈ ચાવડા,વિશાલ દવે, હરદેવસિંહ રાઠોડ, કિરીતસિંહ, રાહત્પલગીરી, કુલદીપસિંહ જાડેજા, વિજય મેતા, યુવરાજસિંહ રાણા,નગીનભાઈ ડાંગર,હિરેન સોલંકી, હિરેન્દ્ર પરમાર સહિતની ટીમ જોડાઈ હતી