BREAKING NEWS

રાજકોટ સહિત ૪૨ શહેર-જીલ્લાના ભાજપ પ્રભારીઓની નિયુક્તિ

  • March 03, 2026 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના વિવિધ શહેર અને જિલ્લાના ભાજપના ૪૨ પ્રભારીઓના નામોની ગઇકાલે સાંજે પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત કરાઇ હતી. રાજ્ય સરકારના મંત્રી મંડળ અને પ્રદેશ ભાજપ સંગઠનના મુખ્ય માળખામાંથી કદ પ્રમાણે વેતર્યા બાદ રાજકોટ શહેરના પાંચ નેતાઓની પ્રભારી પદે નિયુક્તિ કરાઇ છે. ડખ્ખાનું ઘર એવા રાજકોટ શહેરના પ્રભારી તરીકે કચ્છથી અનિરૂધ્ધભાઇ દવેને નિયુક્ત કરાયા છે, જ્યારે રાજકોટ જિલ્લા પ્રભારી તરીકે ભરતભાઇ આર્યની નિયુક્તિ કરાઇ છે.

ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો.પ્રશાંતભાઇ કોરાટએ ગત સાંજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા નિયુક્ત કરાયેલા વિવિધ શહેર અને જિલ્લાના ૪૨ પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં (૧) રાજકોટ શહેર પ્રભારી પદે કચ્છના અનિરુધ્ધભાઈ દવે (૨) રાજકોટ જિલ્લાના પ્રભારી પદે પાટણના ભરતભાઇ આર્ય (૩) જામનગર શહેર પ્રભારી પદે રાજકોટ શહેરના ધનસુખભાઇ ભંડેરી (૪) ભાવનગર શહેર પ્રભારી પદે રાજકોટ શહેરના કમલેશભાઇ મિરાણી (૫) અમદાવાદ જિલ્લાના પ્રભારી પદે રાજકોટ શહેરના કશ્યપભાઇ શુક્લ (૬) સુરત શહેરના પ્રભારી તરીકે રાજકોટ જિલ્લાના ડો.પ્રશાંતભાઇ કોરાટ (૭) જુનાગઢ જિલ્લાના પ્રભારી તરીકે રાજકોટ શહેરના અરવિંદભાઇ રૈયાણી (૮) કચ્છના પ્રભારી પદે બનાસકાંઠાના ફ્લજીભાઈ ચૌધરી (૯) જામનગર જિલ્લાના પ્રભારી તરીકે ગીર સોમનાથના દિલીપભાઇ બારડ (૧૦) દેવભૂમિ દ્વારકાના પ્રભારી તરીકે જૂનાગઢ શહેરના પુનિતભાઈ શર્મા (૧૧) મોરબી જિલ્લાના પ્રભારી તરીકે બનાસકાંઠાના ગજેન્દ્રભાઇ સક્સેના (૧૨) જૂનાગઢ શહેરમાં પ્રભારી તરીકે સુરેન્દ્રનગરના જીગ્નાબેન પંડ્યા (૧૩) ગીર સોમનાથના પ્રભારી તરીકે જૂનાગઢ શહેરના ભાવનાબેન જે.હીરપરા (૧૪) પોરબંદર જિલ્લા પ્રભારી તરીકે જામનગર શહેરના ડો.વિમલભાઈ કગથરા (૧૫) અમરેલી પ્રભારી તરીકે ભાવનગર શહેરના અભયસિંહ ચૌહાણ (૧૬) ભાવનગર જિલ્લા પ્રભારી તરીકે અમદાવાદ જિલ્લાના હર્ષદગીરી ગોસાઇ (૧૭) બોટાદ જિલ્લાના પ્રભારી તરીકે પાટણના દશરથજી ઠાકોર (૧૮) સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી તરીકે ગાંધીનગર શહેરના રાજેશભાઈ શુકલને નિયુક્ત કરાયા છે.

આ ઉપરાંત (૧૯) ડાંગ પ્રભારી તરીકે સુરત શહેરના રાજેશભાઈ દેસાઈ (૨૦) વલસાડ પ્રભારી તરીકે સુરત શહેરના વિનયભાઈ શુક્લ (૨૧) નવસારી જિલ્લા પ્રભારી તરીકે દાહોદના શંકરભાઈ અમલીયાર (૨૨) સુરત જિલ્લા પ્રભારી તરીકે સુરેન્દ્રનગરના ગૌતમભાઈ ગેડીયા (૨૩) તાપી પ્રભારી તરીકે સુરત શહેરના ડૉ.જગદીશભાઈ પી.પટેલ (૨૪) ભરૂચ પ્રભારી તરીકે વડોદરા શહેરના પરાક્રમસિંહ જાડેજા (૨૫) નર્મદા પ્રભારી તરીકે સુરત જિલ્લાના અર્જુનભાઈ ચૌધરી (૨૬) વડોદરા શહેર પ્રભારી તરીકે સુરેન્દ્રનગરના હિતેન્દ્રસિંહ ચૌહાણ (૨૭) વડોદરા જિલ્લા પ્રભારી તરીકે કર્ણાવતી ડૉ.ઋત્વિજભાઈ પટેલ (૨૮) છોટા ઉદેપુર પ્રભારી તરીકે ગીર સોમનાથના

હિમ્મતભાઈ પડશાળા (૨૯) પંચમહાલ પ્રભારી તરીકે નર્મદા જિલ્લાના હર્ષદભાઈ વસાવા (૩૦) મહીસાગર પ્રભારી તરીકે મહેસાણાના નીતિનભાઈ સી.પટેલ (૩૧) દાહોદ જિલ્લાના પ્રભારી તરીકે અરવલ્લીના રાજેન્દ્રભાઈ પટેલ (ચૌધરી) (૩૨) આણંદ જિલ્લા પ્રભારી તરીકે સુરેન્દ્રનગરના વર્ષાબેન દોશી (૩૩) ખેડા પ્રભારી તરીકે કર્ણાવતીના રમેશભાઈ દેસાઈ (૩૪) કર્ણાવતી શહેરના પ્રભારી તરીકે ખેડાના અજયભાઈ બ્રહ્મભટ્ટ (૩૫) ગાંધીનગર શહેર પ્રભારી તરીકે આણંદ જિલ્લાના નિરવભાઈ અમીન (૩૬) ગાંધીનગર જિલ્લાના પ્રભારી તરીકે મહેસાણાના રમેશભાઈ સોલંકી (૩૭) સાબરકાંઠા જિલ્લા પ્રભારી તરીકે બોટાદના બ્રિજરાજસિંહ ઝાલા (૩૮) અરવલ્લી જિલ્લા પ્રભારી તરીકે બનાસકાંઠાના ડો.સંજયભાઈ દેસાઇ અને (૩૯) મહેસાણા જિલ્લાના પ્રભારી તરીકે વડોદરા શહેરના ડો.ભરતભાઇ ડાંગર (૪૦) પાટણ જિલ્લાના પ્રભારી તરીકે વડોદરા શહેરના સત્યેનભાઇ કુલાબકર (૪૧) બનાસકાંઠા પ્રભારી તરીકે ભાવનગર શહેરના ધવલભાઈ દવે (૪૨) વાવ થરાદના પ્રભારી તરીકે કર્ણાવતીના વિશાલભાઈ પટેલની નિયુક્તિ કરાઇ છે.


(૧) પ્રશાંત કોરાટ

(૨) ધનસુખ ભંડેરી

(૩) કમલેશ મીરાણી

(૪) કશ્યપ શુક્લ

(૫) અરવિંદ રૈયાણી

(૬) રાજકોટ શહેર પ્રભારી અનિરુદ્ધ દવે

(૭) રાજકોટ જિલ્લા પ્રભારી ભરત આર્ય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application