BREAKING NEWS

આર્ટેમિસ–૨ ચંદ્રની પાછળથી પસાર થયું ત્યારે ૪૦ મિનિટનો બ્લેકઆઉટ

  • April 07, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચંદ્રનો તાગ મેળવવા ચાર અવકાશયાત્રીઓ નાસાના આર્ટેમિસ ૨ મિશન પર પહોચ્યા છે અને તેમને ચંદ્રની ભ્રમણકક્ષામાં જે અનુભવ થયો તે તેઓએ વર્ણવ્યો હતો.અવકાશયાત્રીઓએ જણાવ્યું હતું કે જયારે તેઓનું અવકાશયાન ચંદ્રની પાછળથી પસાર થયું અને બ્લેકઆઉટનો અનુભવ થયો હતો અને ૪૦ મિનિટ સુધી જાણે બ્લેકઆઉટ જેવી જ સ્થિતિ રહી હતી. પછી નાસાએ અવકાશયાત્રીઓ સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કર્યેા હતો. જો કે આ સાથે નાસાને એપોલો ૧૩નો રેકોર્ડ તોડવાની સિદ્ધી સાપડી છે. એ સમય દરમિયાન, તેઓએ ચંદ્રનો સૌથી નજીકનો અભિગમ જોયો.જેમ જેમ તેમનું અવકાશયાન ચંદ્રની દૂરની બાજુએ પહોંચ્યું, તેમ તેમ તેમનો બાકીના વિશ્વ સાથેનો સંપર્ક ૪૦ મિનિટ માટે તૂટી ગયો. તેમને પૃથ્વીનો કોઈ સંકેત ન દેખાયો, કે તેમને કંટ્રોલ મમાંથી કોઈ અવાજ પણ સાંભળ્યો નહીં. પરંતુ આ સમય દરમિયાન, કંઈક એવું બન્યું જેનો અનુભવ કરવા માટે તેઓ આટલી દૂર મુસાફરી કરી ચૂકયા હતા. તેમની સામે એક ઐંડી શાંતિ અને એક વિશાળ ચદ્રં હતો.
૫૦ વર્ષથી વધુ રાહ જોયા પછી, માનવોએ ફરી એકવાર ચંદ્રને આટલી નજીકથી જોયો. જોકે, આ પહેલી વાર હતું યારે તેઓ પૃથ્વીથી આટલા દૂર પહોંચ્યા હતા કે વાદળી પૃથ્વી પણ દેખાતી ન હતી. ટીમે ૧૯૭૦ માં એપોલો ૧૩ મિશન દ્રારા સ્થાપિત અંતરનો રેકોર્ડ પણ તોડો. આર્ટેમિસ–૨ એ પૃથ્વીથી ૨૫૨,૭૬૦ માઇલ (૪૦૬,૭૭૮ કિલોમીટર) ના સૌથી લાંબા અંતરનો નવો રેકોર્ડ બનાવ્યો.પૃથ્વી સાથે ફરીથી જોડાણ થયા પછી, અવકાશયાત્રીઓ  એકબીજાને ભેટી પડા, અને અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચે હ્યુસ્ટનમાં નાસાના મિશન કંટ્રોલ ક્રૂને કહ્યું, પૃથ્વી સાથે ફરીથી વાત કરવાનું ખૂબ સાં લાગે છે. આપણે હંમેશા પૃથ્વી પસદં કરીશું, આપણે હંમેશા એકબીજાને પસદં કરીશું.આ અત્યાર સુધીની આ યાત્રાની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાંની એક હતી.
અવકાશયાત્રી જેરેમી હેન્સને પછી કહ્યું કે આ ક્ષણ આ પેઢી અને આગામી પેઢીને પડકારવાનો હતો જેથી ખાતરી કરી શકાય કે આ રેકોર્ડ લાંબો સમય ટકતો નથી. તેઓ હવે ટૂંક સમયમાં સૂર્યગ્રહણ જોશે, યારે સૂર્ય ચંદ્રની પાછળ જશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News