- શાહરુખ ખાનની પઠાને બોલીવૂડમાં પ્રાણ ફંક્યુંઃ કાર્તિકની શહેઝાદ પમ્પિંગ કરશે
- હોલીવૂડની ફિલ્મની સિકવલ અને શાહિદ કપૂરને પ્રથમ વેબ સીરિઝમાં જોઇ શકાશે
શાહરુખ ખાનની પઠાન દ્વારા બોલીવુડે 2023માં શાનદાર શરૂઆત કરી છે. હવે ફેબ્રુઆરીમાં OTT પર નવી રિલીઝનો ધમધમાટ જોવા મળવાનો છે. આ મહિનાના પહેલા સપ્તાહમાં હોલીવૂડની ફિલ્મ અને 4 વેબ સીરિઝ આવી રહી છે. જેમાં શાહિદ કપૂરને પણ વેબ સીરિઝમાં ઝંપલાવતો જોઇ શકાશે. તો કાર્તિક આર્યન અને કૃતિ સેનનની શહેજાદા 10 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કહેવાઇ રહ્યું છે કે શાહરુખની પઠાને બોલીવૂડમાં પ્રાણ ફૂંક્યું હવે કાર્તિકની શહેઝાદા તેમાં પમ્પિંગ કરશે.
જાન્યુઆરીના અંતે 25 તારીખે પઠાનની વિશ્વવ્યાપી રિલીઝ સાથે, માત્ર શાહરૂખ ખાને જ નહીં પરંતુ બોલિવૂડે પર ધમાકેદાર વાપસી કરી. ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. શાહરુખની ફિલ્મનો ક્રેઝ જોઈને લાગે છે કે આ ફિલ્મની ગતિ અટકવાની નથી.
હવે આ વર્ષનો નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને તેની સાથે ઘણી નવી ફિલ્મો પણ રિલીઝ માટે તૈયાર છે. તેની સાથે સાથે ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો પણ નવા મહિનાના પ્રથમ સપ્તાહમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. તેના પર એક નજર...
Black Panther: Wakanda Forever: હોલીવુડની સુપરહિટ ફિલ્મ બ્લેક પેન્થરની સિક્વલ ફિલ્મ બ્લેક પેન્થરઃ વાકાંડા ફોરએવર 11 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ OTT પર દસ્તક આપવા જઈ રહી છે. તે આજથી જ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
ક્લાસ ( Class-3):આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર 3 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ વેબ સિરીઝ 3 મધ્યમ વર્ગના બાળકોના જીવનની આસપાસ ફરે છે.
યુ(U):નેટફ્લિક્સની લોકપ્રિય થ્રિલર વેબ સિરીઝ Uની ચોથી સિઝન રિલીઝ થવા જઈ રહી છે. દર્શકોના સસ્પેન્સને જાળવી રાખવા માટે, આ સિરીઝની આ ચોથી સિઝન 2 ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ 9 ફેબ્રુઆરી અને બીજો 9 માર્ચે આવશે.
ફર્ઝી (farzi):શાહિદ કપૂર ક્રાઈમ-થ્રિલર સીરિઝ ફર્ઝીથી OTT ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સિરીઝમાં શાહિદ સાથે વિજય સેતુપતિ, રાશિ ખન્ના અને કેકે મેનન જોવા મળશે. આ વેબ સિરીઝ 10 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
યોર પ્લેસ ઓર માઈન (Your Place or Mine): લાંબા અંતરના બે પ્રેમીઓની વાર્તા છે. આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ નેટફ્લિક્સ પર 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું ભારતમાં Mpoxનો બીજો કેસ છે ખતરાની ઘંટડી? સુરક્ષિત રહેવા માટે આજથી જ અપનાવો આ આદતો
September 20, 2024 04:00 PMશેર માર્કેટમાં રેકોર્ડ તેજી સેન્સેકસ ૮૪ હજારને પાર
September 20, 2024 03:58 PMસુભાષનગરના ગોદી વિસ્તારમાં ૧૧ બોટલ દારૂસાથે યુવાન ઝડપાયો
September 20, 2024 03:55 PMયાદશક્તિ ઘટવી એ અલ્ઝાઈમરની હોઈ શકે છે નિશાની, જાણો આ રોગ કેટલો છે ખતરનાક
September 20, 2024 03:53 PMશીંગડા-જામરાવલ તરફનો પંચકોશી સીમ વિસ્તાર ભારતમાં છે કે પાકિસ્તાનમાં?
September 20, 2024 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech