BREAKING NEWS

એસીપીએલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પાર્સલમાં આવેલો ૧૭૪ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

  • March 28, 2026 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજસ્થાનના નીમરાનાથી લાકડાના પાવડરની આડમાં ૨૮ બેરલમાં મોકલ્યો તો દારૂ: ૬.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કરતી પીસીબી બ્રાન્ચછોટુનગર નજીક ૩૨ બોટલ દારૂ સાથે ચિરાગ જોષી ઝડપાયો

રાજકોટમાં વિદેશી દાના ધંધાથી બુટલેગરો પર દરોડા પાડવા પોલીસ કમિશનરે કરેલા આદેશના પગલે શહેર પીસીબી બ્રાન્ચના પીઆઇની સૂચનાથી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ ચોક્કસ હકીકતના આધારે પીસીબીની ટીમે સોખડા ચોકડી થી બેડી ચોકડી તરફ જતા બોમ્બે સુપર કોમર્શિયલ ઝોન ૧૮ સામે આવેલ એસીપીએલ ટ્રાન્સપોર્ટ ના સૌભાગ્ય વેરહાઉસ નામના ગોડાઉનમાં દડો પાડી પાર્સલમાં રાજસ્થાનથી આવેલો ૧૭૪ બોટલ વિદેશી દા કબ્જે કરી જરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પીસીબી બ્રાંચના પીઆઈ એમ આર ગોંડલીયાની સૂચનાથી પીઆઇ એમ જે હત્પંણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પીબી ત્રાજિયા પીએસઆઇ આર કે જાડેજાની રાહબરીમાં પીસીબીની ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે દરમિયાન પીસીબીના એ.એસ.આઇ સંતોષભાઈ મોરી અને હરદેવસિંહ રાઠોડને મળેલ બાતમીના આધારે બેડી ચોકડી થી સોખડા ચોકડી વચ્ચે બોમ્બે સુપર કોમર્શિયલ ઝોન ૧૮ સામે આવેલ એ સી પી એલ ટ્રાન્સપોર્ટ ના ડેપો ઉપર આવેલ સૌભાગ્ય વેરહાઉસ નામના ગોડાઉનમાં દરોડો પાડો હતો.આદરોડા દરમિયાન ગોડાઉન માંથી બ્લુ કલરના લોખંડના નાના ૨૮ કબજે કરી તલાસી લેતા લાકડાના પાવડર ની આડમાં ઈંગ્લિશ દાની બોટલ નગં ૧૭૪ કિંમત પિયા ૬.૨૨ લાખનો મુદ્દામાલ મળી આવતા આ દા અંગે બીલટી ની ચકાસણી કરતા રાજસ્થાન ના નિમરાણા થી પાર્સલ ટ્રાન્સપોર્ટમાં મોકલ્યાનું સામે આવતા મોબાઈલ નંબરોના આધારે અજાણ્યા દા મોકલનાર તેમજ રાજકોટમાં દા મંગાવનાર બુટલેગરની શોધખોળ શ કરવામાં આવી છે. આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા,પીઆઇ એમ.જે હત્પંણ, પીએસઆઇ પીબી,ત્રાજિયા,પીએસઆઇ આર કે જાડેજા, એ એસ આઇ મયુર પલારીયા, સંતોષભાઈ મોરી, દેવરાજભાઈ કલોતરા, દિલીપભાઈ બોરીચા, ઉમેશભાઈ ચાવડા,વિશાલ દવે, હરદેવસિંહ રાઠોડ, કિરીતસિંહ, રાહત્પલગીરી, કુલદીપસિંહ જાડેજા, વિજય મેતા, યુવરાજસિંહ રાણા,નગીનભાઈ ડાંગર,હિરેન સોલંકી, હિરેન્દ્ર પરમાર સહિતની ટીમ જોડાઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News