BREAKING NEWS

રાજકોટની ગુડ્ઝ ટ્રેનોએ એક જ દિવસમાં 11.22 કરોડની કમાણી કરી વિક્રમ સ્થાપ્યો

  • June 25, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝને માલ પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચતા 23 જૂન, 2026ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ માલ લોડિંગની આવક મેળવવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિવિઝને આ દિવસે 20 રેકનું લોડિંગ કરીને ₹11.22 કરોડની આવક મેળવી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ દૈનિક માલ પરિવહન આવક છે.

સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પૂર્વે 27 ડિસેમ્બર, 2024ના રોજ રાજકોટ ડિવિઝને 14 રેકના લોડિંગ દ્વારા રૂ.10.90 કરોડની આવક મેળવીને તે સમયનો સવોચ્ચ દૈનિક માલ પરિવહન રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ ગઈકાલ 23 જૂન, 2026ના રોજ ૮ રેક પેટ્રોલિયમ ઉત્પાદનો, ૩ રેક ૩ રેક એલપીજી, ૩ રેક ફર્ટિલાઇઝર, ૩ રેક મીઠું, ૨ રેક કન્ટેનર તેમજ ૧ રેક સિમેન્ટ વગેરે ગુડ્ઝની 20 રેકના લોડિંગ સાથે રૂ.11.22 કરોડની આવક મેળવીને ડિવિઝને આ રેકોર્ડને પાછળ છોડી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

આ લોડિંગ રિલાયન્સ રેલ ટર્મિનલ, નાયરા એનર્જી લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ટાટા કેમિકલ્સ લિમિટેડ, વિન્ડમિલ, લવણપુર, મોરબી અને દિગ્વિજય સિમેન્ટ સાઇડિંગ જેવા અગ્રણી ઔદ્યોગિક એકમો અને સાઇડિંગ્સ પરથી કરવામાં આવ્યું હતું.


નાણાકીય વર્ષ 2025-26માં રાજકોટ ડિવિઝને માલ પરિવહનમાંથી રૂ. 2238.34 કરોડની આવક મેળવી હતી. એક જ દિવસમાં રૂ.11.22 કરોડની રેકોર્ડ આવક મેળવીને ડિવિઝને પોતાની ઓપરેશનલ કાર્યક્ષમતા, વ્યાવસાયિક ક્ષમતા અને ગ્રાહક-કેન્દ્રી કાર્યપ્રણાલીનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે.


ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ

નોંધપાત્ર સિદ્ધિ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU)ની ટીમ તથા કોમર્શિયલ, ઓપરેટિંગ, મિકેનિકલ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અને અન્ય વિભાગોના અધિકારીઓ તેમજ રેલવે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સંકલિત પ્રયાસોને આભારી હોવાનું જણાવી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application