ગીર સોમનાથ પોલીસે પોરબંદરમાંથી અપહરણ કરાયેલી ૧૦ મહિનાની બાળકીને ગણતરીની કલાકોમાં સુરક્ષિત છોડાવી છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અપહૃત બાળકીને પોરબંદર પોલીસને સોંપવામાં આવી હતી.
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ ૧૩૯(૧), ૩૦૯(૪) અને ૫૪ હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદી મનિષાબેન નિશાન ઉર્ફે વિશાલ લાલજીભાઈ સાદીયાની ૧૦ મહિના ૧૨ દિવસની પુત્રી ધ્રુવીનું અપહરણ થયું હતું. આરોપીઓએ બાળકીને ભીખ મંગાવવાના ઇરાદે માતાના હાથમાંથી બળજબરીપૂર્વક ઝુંટવી લીધી હતી અને તેમનો મોબાઇલ ફોન પણ લૂંટી ફરાર થઈ ગયા હતા.
આ ગંભીર બનાવની જાણ થતાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એ. ઝણકાતના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી શ કરી. પોરબંદર પોલીસ સાથે સતત સંકલન સાધી, ટેકિનકલ અને મેદાની તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચી ગણતરીની કલાકોમાં ચારેયને ઝડપી પાડા.
પકડાયેલા આરોપીઓમાં નરશી શીવાભાઈ ભાટી (ઉંમર ૨૫), કિશન શીવાભાઈ ભાટી (ઉંમર ૨૨), સોમા મોતીભાઈ ભાટી (ઉંમર ૩૫) અને સોનલબેન સોમાભાઈ ભાટી (ઉંમર ૩૦)નો સમાવેશ થાય છે. આ ચારેય વેરાવળ બાયપાસ ખાતે સોલંકી ટાયરની સામે રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર કામગીરીમાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.પી. ડોડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.જે., પીઠીયા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ દીપક અખીયા, વિનયસિંહ મોરી અને મયુરસિંહ ગોહિલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગીર સોમનાથ પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને કારણે એક માસૂમ બાળકીનો સમયસર બચાવ થયેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application