BREAKING NEWS

વેપન કાર્ટેલ: રાજુલા તાલુકાપંચાયતના પૂર્વ પ્રમુખનો પુત્ર ત્રણ હથિયાર સાથે ઝડપાયો

  • July 17, 2026 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીસીબી દ્રારા પર્દાફાશ કરવામાં આવેલા વેપન કાર્ટેલમા રોજ નવા કડાકા ભડકા થઇ રહ્યા છે. ત્યારે પોલીસે હવે રાજુલા તાલુકાપંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રને ત્રણ હથિયાર સાથે ઝડપી લીધો છે. આ સિવાય ચોટીલાના શખસને પણ એક તમંચા સાથે ઝડપી લીધો હતો. પીસીબીની તપાસમાં કબજે લેવાયેલા હથિયારનો આંકડો વધીને ૨૮ થયો છે. જયારે અત્યા સુધીમાં ૧૩ શખસોને ઝડપી લેવામાં આવ્યા છે.
પીસીબીના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમે મીરજાપુરના શકીલ મન્સુરી સહિત પાંચ શખસોને ૧૬ હથિયાર સાથે ઝડપી લીધા હતાં. તેમની પુછતાછમાં ગેરકાયદે હથિયારના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે દ્રારા હથિયારના સોદાગરો પાસેથી ગેરકાયદે હથિયાર ખરીદનાર શખસોને શોધી તેમની પાસેથી હથિયાર કબજે કરવામાં આવી રહ્યા છે.
દરમિયાન રિમાન્ડ દરમિયાન રહેલા દર્શન ઉર્ફે ગાવસ્કરે ત્રણ હથિયાર જીલુ ભુપત બારૈયા (ઉ.વ.૪૩ ધંધો. ખેતી રહે.કડીયાળી ગામ,રાજુલા) ને આપ્યાની કબૂલાત આપતાં પીસીબીની ટીમે તેની ધરપકડ કરી પુછતાછ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ જીલુ બારૈયાની માતા માસુબેન બારૈયા અગાઉ રાજુલા નગરપાલિકાના બે વખત પ્રમુખ રહી ચૂકેલ છે. પીપાવાવમાં થયેલ જીપીપીએલ કંપની વિદ્ધના આંદોલન વખતે જીલુ અને ગાવસ્કર ઉર્ફે દર્શનની મુલાકાત થઈ હતી. ત્યારે જીલુને પોતાના વતનમાં ચાલતા જુના ડખાથી બચવા માટે આ ત્રણેય હથિયાર . ૫૦–૫૦ હજારમાં ખરીધાની કબુલાત આપી હતી. યારે અગાઉ પકડાયેલ સપ્લાયર પ્રદિપ કરપડાએ તેને મિત્ર તુરાજ અનક ખાચર (ઉ.વ.૨૧, ધંધો.ખેતી રહે.કોરડા ગામ,ચોટીલા) ને મિત્રતાના સબંધમાં એક હથિયાર આપ્યાની કબૂલાત આપતાં ઋતુરાજ ખાચરને પણ દબોચી લઈ હથિયાર કબ્જે કયુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application