BREAKING NEWS

આજી GIDCમાં 16 વર્ષના કિશોરનો આપઘાત, બીજા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું

  • October 21, 2025 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજી જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં બીજા માળ જેટલી ઊંચાઇથી પરપ્રાંતીય કિશોરે છલાંગ લગાવી હતી. જેથી તેને માથામાં ગંભીર ઇજા પહોંચતા તે બેભાન થઇ ગયો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.


જાણવા મળતી વિગતો મુજબ,આજી જીઆઇડીસીમાં પાણીના ટાંકા પાસે જે.કે.મેન્યુફેકચર નામના કારખાનામાં ગઇકાલે બપોરના એકાદ વાગ્યા આસપાસ અહીં બે માળ જેટલી ઊંચાઇએથી ઓમકાર બચ્ચારામ યાદવ(ઉ.વ. ૧૬) નામનો કિશોર પટકાતા તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન આ કિશોરનું મોત થયું હતું. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એ.પી.રતને જરૂરી કાર્યવાહી કરી હતી.


અઠવાડિયા પૂર્વે રાજકોટ ફરવા માટે આવ્યો હતો

બનાવ અંગે યુવાનના મોટાભાઇ રાજકુમાર બચ્ચારા યાદવે જણાવ્યું હતું કે, તેઓ મૂળ યુપીના બરદોઇ જિલ્લાના વતની છે. ચાર ભાઇના પરિવારમાં ઓમકાર નાનો હતો અને ધો.૮ માં અભ્યાસ કરતો હતો. તે અઠવાડિયા પૂર્વે રાજકોટ ફરવા માટે આવ્યો હતો. અહીં રોકાયા બાદ ગઇકાલે તેને વતન પરત ફરવાનો હતો જેની ટિકિટ પણ આવી ગઇ હતી. તે જ સમયે કોઇ કારણસર તેણે છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. રાજકુમારે વધુમાં જણાવ્યું હતું કે, તેના નાના ભાઇ ઓમકારનો છેલ્લા થોડા સમયથી મગજ ભમતો હોય જેથી તેણે આ પગલું ભરી લીધાનું અનુમાન વ્યકત કર્યું હતું. આ અંગે થોરાળા પોલીસ વિશેષ તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application