BREAKING NEWS

રાજકોટમાં વધુ ૨૫૦ લોકેશન પસંદ કરી 1500 સીસીટીવી કેમેરા લાગશે, આઇ-વે 2.0 માટે મનપાના બજેટમાં ૩૭ કરોડની ફાળવણી

  • February 04, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં આઇવે પ્રોજેક્ટ ૨.૦ અમલી બનાવી તે અંતર્ગત ૩૭ કરોડના ખર્ચે શહેરમાં વધુ ૧૫૦૦ સીસી ટીવી કેમેરા મૂકવા મ્યુનિસિપલ ડ્રાફ્ટ બજેટમાં કમિશનર તુષાર સુમેરાએ જોગવાઇ કરી છે. વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના બજેટમાં દર્શાવેલા આ પ્રોજેક્ટનો ખર્ચ રાજ્ય સરકારના સ્વર્ણિમ પ્રોજેક્ટ અંતર્ગત મળશે.


એકંદરે રાજકોટ શહેરમાં હવે કોઇ એવો મુખ્ય વિસ્તાર, મુખ્ય માર્ગ કે ચોક બાકી નહીં રહે કે જ્યાં આગળ સીસી ટીવી કેમેરા મુકાયા ન હોય. હાલ ૨૫૦ લોકેશન પસંદ કરી ત્યાં આગળ કેમેરા મુકાશે. ક્યા વિસ્તારમાં કેમેરા મૂકવા તે હવે નક્કી થશે.


ખાસ કરીને રાજકોટમાં નવા ભળેલા ગામો માધાપર, મુંજકા, મનહરપૂર-૧ (પાર્ટ), મોટા મવા અને ઘંટેશ્વર, ન્યુ રિંગ રોડ સહિતના નવા વિકસતા વિસ્તારો તેમજ કોઠારીયા, વાવડી સહિતના વિસ્તારોમાં કેમેરા મૂકવા વિચારણા હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application