BREAKING NEWS

ઉનાના નવાબંદર–પાલડી ગામે જુગાર રમતા ૧૪ ઝડપાયા

  • June 25, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના પંથકમાં ભીમ અગીયારસમાં જુગાર રમવાનું ચલણ હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં લોકો રૂપિયાની હારજીતનો જુગાર રમે છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીઆઇની સૂચનાથી કોન્સ્ટેબલ વિજયભાઈ ચૌહાણ, સહદેવસિંહ ચૂડાસમા અને સ્ટાફ મહોર્રમ નિમિતે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે નવાબંદર ગામ આહિર વાડામાં રેડ પાડતા જુગાર રમતા મુસ્તાક બાબુભાઈ થૈયમ, નજીમ હનીફ ગૌરી, નવાઝ જાકુબભાઈ શેખ, હનીફ સલેમાનભાઈ થૈયમ, શરાફત અનવરહત્પશેન બહારૂની, ઝાફર અબ્દુલભાઈ શેખ, અમીન આરીફભાઈ મન્સૂરી, યાસીન મહમદભાઈ આરબ, ફૈઝલ બસીરભાઈ ચોપડા, ઇમરાન મામદ ચૌહાણ (રહે. તમામ આહિર વાડા નવાબંદર)ને રોકડા રૂપિયા ૪૩,૪૬૦ને ગંજીપતા સાથે પકડી લીધો હતા,. યારે બીજી જુગારની રેડ નવાબંદર મરીન પોલીસે પાલડી ગામે જોષીપરા વિસ્તારમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતા ભરત ભીમાભાઇ સોલંકી, ધીરૂ સામતભાઇ સોલંકી, મનુ જાદવભાઈ સોલંકી, લખમણ રાણા સોલંકી રે. તમામ પાલડી તા. નવાબંદર વાળાને જુગારનું સાહિત્ય અને રોકડા રૂપિયા ૧૭,૪૯૦ સાથે કુલ ૧૪ જુગારીઓને રૂપિયા ૬૦,૯૫૦ સાથે પકડી પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application