આજે રાજસ્થાનમાં વધુ એક મોટા માર્ગ અકસ્માતે લોકોને ચોંકાવી દીધા છે. જયપુરના હરમન વિસ્તારમાં એક માતેલા સાંઢની જેમ ડમ્પરે ૩૦થી ૪૦ વાહનોને ટક્કર મારી હતી. ડમ્પરની બ્રેક ફેઈલ થતા બેકાબૂ બન્યું હતું. જેના કારણે આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, બ્રેક ફેઈલ થયા પછી, ડમ્પરે આશરે ૪૦ ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં 10 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને શહેરની SMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
SMS હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, અને મૃત્યુઆંક વધી શકે છે.
પોલીસે જણાવ્યું હતું કે એક ડમ્પર ચાલકે 40 વાહનોને ટક્કર મારી હતી અને ૫૦ લોકોને કચડી નાખ્યા હતા, જેમાં ૧૦ લોકોના મોત થયા હતા અને લગભગ ૪૦ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડમ્પ ટ્રક ચાલક દારૂના નશામાં હોવાનું કહેવાય છે. હજુ પણ કેટલાક લોકો કાર નીચે ફસાયેલા હોવાની આશંકા છે અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે.