સામાન્ય માણસોની સુખાકારી માટે કોઈ નક્કર કામગીરી ન થતી હોવાની હાઈકોર્ટે કરેલી આકરી ટકોર

  • April 28, 2026 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં વકરતા જતાં ગેરકાયદેસર દબાણો અને ધ્વનિ પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ અંગે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. આ મામલે કોર્ટે એએમસી  કમિશનર એમ. થેન્નારસન, ગૃહ સચિવ અને જીપીસીબી ચેરમેનને ઓનલાઈન હાજર રહેવા આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્રને ખખડાવતા કહ્યું હતું કે, શહેરમાં દબાણ દૂર થયું હોય તેવો એક પણ રોડ બતાવો. હવે તો કોર્ટ અને લોકોએ પણ આશા છોડી દીધી છે. કોર્ટે વધુમાં ગંભીરતાથી નોંધ્યું હતું કે જો કામગીરીમાં સુધારો નહીં આવે તો જવાબદાર અધિકારીઓ સામે ચાર્જફ્રેમ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટે કટાક્ષમાં જણાવ્યું કે, કોમનવેલ્થ કે ઓલિમ્પિક જેવી ઈવેન્ટ વખતે બધું જ કામ કરી દેવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિકોની સુખાકારી માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી.
એએમસી કમિશનરે કોર્ટને વિગતો આપતા જણાવ્યું કે,શહેરમાં તાજેતરમાં ૩૩ હજારથી વધુ વાહનોને દડં ફટકારવામાં આવ્યો છે.ફટપાથ પરથી ૨૧ હજારથી વધુ ફેરિયાઓને હટાવવામાં આવ્યા છે.
નિયમોના ભગં બદલ કુલ . ૬.૨૭ કરોડનો દડં વસૂલવામાં આવ્યો છે. એસ.જી. હાઈવે, જજિસ બંગલા અને નારણપુરા જેવા ૭ થી ૮ મુખ્ય માર્ગેા પર સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ધ્વનિ પ્રદૂષણ અને અમલીકરણ કોર્ટે ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવા જેવા નિયમોના કડક અમલીકરણ પર ભાર મૂકયો હતો. એડવોકેટ જનરલે ખાતરી આપી હતી કે રાયના કાયદાના અધિકારી તરીકે તેઓ કામગીરી પર નજર રાખી રહ્યા છે.
જોકે, હાઈકોર્ટે સ્પષ્ટ્ર કયુ કે નીતિઓ તો બને છે પરંતુ તેનો અમલ થતો નથી.આ સમગ્ર મામલે હાઈકોર્ટે વિસ્તૃત વિગતો સાથેનો જવાબ રજૂ કરવા આદેશ આપી વધુ સુનાવણી ૧૮મી જૂન પર મુલતવી રાખી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application