ગુજરાતમાં મિની વિધાનસભા ગણાતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની હજારો બેઠકો પર ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. હાલ ન.પાલિકાઓમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે.
ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે રસપ્રદ રાજકીય ચિત્ર સામે આવ્યું છે. કુલ 44 બેઠકો ધરાવતી ભુજ નગરપાલિકામાં ભાજપે 10 બેઠકો જીતતા શરૂઆતમાં મજબૂત દેખાવ કર્યો, જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક સુધી સીમિત રહી છે. પરંતુ સૌથી વધુ ચર્ચા એઆઈએમઆઈએમની એન્ટ્રીને લઈને થઈ રહી છે. એઆઈએમઆઈએમએ ભુજ નગરપાલિકામાં પ્રથમ વખત ખાતું ખોલ્યું છે અને વોર્ડ નંબર-1માં તેના 3 ઉમેદવારો વિજેતા બનતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. ખાસ કરીને કચ્છ વિસ્તારમાં એઆઈએમઆઈએમની આ એન્ટ્રીને ભવિષ્યના રાજકીય સમીકરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ધાનેરા નગરપાલિકામાં ભાજપને પેનલ લગભગ દોઢ દાયકા બાદ જીતવામાં સફળ રહી છે. મહેસાણાના વૉર્ડ નંબર 13 માંથી ભાજપ વતી ચૂંટણી લડનારા કમલમના પટાવાળા રમેશ ભીલની જીત થઈ છે. ભાજપના ગઢમાં સૌથી મોટું ગાબડું પડ્યું છે. 24 સીટો પૈકી 20 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. વડાલી નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો લહેરાયો છે. કાર્યકરો સહિત ટેકેદારોમાં ખુશી વ્યક્ત કરી છે. વડાલી પાલિકામાં 4 સીટ પર ભાજપનો વિજય મેળવ્યો છે. અમરેલી નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ભાજપે 44 પૈકી 30 બેઠક પર જીત હાંસલ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકામાં ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય નોંધાવ્યો છે અને ફરી એકવાર સત્તા જાળવી રાખી છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 30 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ પ્રભુત્વ સ્થાપ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે, જ્યારે 1 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. આ પરિણામોથી સમગ્ર જિલ્લામાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને વિરોધ પક્ષોને મોટો ઝટકો લાગ્યો છે. ઉના ન.પા.ની બેઠક પર ગાયિકા રાજલ બારોટની જીત થઇ છે.
અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. 36 બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ચૂંટણીની મત ગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે 11 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો હતો. આજે મત ગણતરી દરમિયાન વધુ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતા, પક્ષે કુલ 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. હજુ પણ બાકીની બેઠકો માટે મત ગણતરી ચાલુ છે, પરંતુ ભાજપે બહુમતી હાંસલ કરી લેતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોળકા નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.
કમલમનો પટાવાળો બન્યો કોર્પોરેટર
ચૂંટણીના પરિણામમાં સૌથી બહુચર્ચિત કિસ્સો મહેસાણા નો સામે આવ્યો છે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં કોબા ભાજપના કાર્યાલયમાં પટાવાળા તરીકે ભરત બજાવતા રમેશભાઈ ભીલની કોર્પોરેટર તરીકે વિજય થયા છે.