અમરેલી જિલ્લાની પાલિકા, પંચાયતોમાં કમળ ખીલ્યું: બગસરામાં તાલુરા પંચાયતમાં 'આપ'નું રાજ

  • April 28, 2026 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી નગર પાલિકામાં 12 વોર્ડની 48 બેઠકોમાં ભાજપને 31 બેઠકો પર જીત મેળવી સત્તા જાળવી રાખી છે, જયારે કોંગ્રેસને 13 અને અપક્ષને એક બેઠક મળી છે.

બગસરા તાલુકા પંચાયતની 16 બેઠકો માંથી આપ એ 10 બેઠક કબ્જે કરી સત્તા હાંશિલ કરી છે. જયારે ભાજપને માત્ર 6 બેઠકો મેળવી છે. આ સાથે ઇતિહાસમાં પહેલી વાર આપે બહુમતી સાથે સત્તા મેળવી છે. ધારાસભ્ય જે.વી.કાકડિયાના મત વિસ્તારમાં આપ એ તાલુકા પંચાયત ઉપર સત્તા કબ્જે કરતા રાજકીય તાપમાન ઉંચકાયું છે.

બાબરા નગરપાલિકાની કુલ બેઠક ૨૪માં 22 ઉપર ભાજપે સત્તા મેળવી છે જયારે કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી છે. બાબરાએ પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમર અને કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુંમરનો ગઢ ગણાય છે. ત્યાં કોંગ્રેસને માત્ર બે જ બેઠક મળતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.

ધારી નગરપાલિકાની કુલ 28 બેઠકમાં ભાજપે 18 બેઠક સાથે સત્તા જાળવી રાખી છે, જયારે આમ આદમી પાર્ટીનું જોર રહેતા 6 બેઠકો જીતી છે, તો કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન નથી. ભાજપે અગાઉ ચાર બેઠકો બિનહરીફ વિજેતા જાહેર કરી હતી.

સાવરકુંડલા નગર પાલિકામાં ભાજપ સત્તા સ્થાને રહ્યું છે જયારે કોંગ્રેસને સમ ખાવા પૂરતી બેઠક મળી છે.


અમરેલી તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠક માંથી ૧૬ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે જયારે આપ અને કોંગ્રેસને એક એક બેઠક મળી છે.


ખાંભા તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકમાં ૧૨ ભાજપ અને ત્રણ આપને ફાળે ગઈ છે.


લીલીયા તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકમાં કોંગ્રેસએ 9 બેઠક અને ભાજપને 7 બેઠક મળી છે. આ જોતા સત્તા જાળવી રાખવા કોંગ્રેસ તોડજોડ ન થાય એ માટે સજાગ રહેશે જયારે ભાજપ સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે એ નક્કી છે.


અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 20 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે જયારે આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી 2 બેઠક અને કોંગ્રેસે 1 બેઠક મેળવી છે. જયારે હજુ 11 બેઠકની મતગણતરી ચાલુ છે. પરંતુ બહુમતી સાથે સત્તા ભાજપે યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application