ધારાસભ્યની ઉપસ્થિતમાં લાભાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો અર્પણ કરાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ’જનજાતીય ગૌરવ દિવસ’થી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેને જામનગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સાવલી તથા બોડી ગામે રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, પી.જી.વી.સી.એલ. સહિતની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતાં.
આ ઉપરાંત લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી ઝુબાની" થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના લાભાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા.ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજુ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ધરતી કહે પુકાર કે નાટક રજુ થતા ઉપસ્થિત સૌ બાળકલાકારોની પ્રતિભાથી રોમાંચિત થયા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પાનસૂરિયા, એમ.પી.ડાંગરીયા, રથ નોડલ કે.કે.રાઠોડ, સ્થાનિક પદાધિકારીઓ, ટીડીઓ, મામલતદાર, સરપંચો સહિત શાળાના શિક્ષકગણ અને ગામના સ્થાનિક આગેવાનો, લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદયાળ ગામે આખલાએ વૃધ્ધાને અડફેટે લેતા ગંભીર ઇજા
June 03, 2025 02:47 PMઅકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડી ’ગુડ સમરિટન’ બનો
June 03, 2025 02:45 PMવિદ્યાર્થીઓની અભ્યાસમાં રસચિ ટકાવી રાખવા શિક્ષકનો પોઝીટીવ એટીટયુટ અનિવાર્ય
June 03, 2025 02:43 PMશ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે નિ:શુલ્ક પ્રવેશ માટે કાર્યવાહી શ
June 03, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech