વિદ્યાર્થીઓની અભ્યાસમાં રસ‚ચિ ટકાવી રાખવા શિક્ષકનો પોઝીટીવ એટીટયુટ અનિવાર્ય

  • June 03, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના વી.જે.મદ્રેસા સંકુલ ખાતે ટીચર્સ ટ્રેનીંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓની  અભ્યાસમાં રસ‚ચિ ટકાવી રાખવા શિક્ષકનો પોઝીટીવ એટીટયુટ અનિવાર્ય ગણાવવામાં આવ્યો હતો. વી.જે.મદ્રેસા હાઈસ્કૂલમાં એક દિવસીય ટીચર ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વી.જે.મદ્રેસા બોયઝ સ્કૂલ, ગર્લ્સ સ્કૂલ અને ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના તમામ શિક્ષક મિત્રોને રાષ્ટ્રીય ટ્રેનર પુરસ્કાર મેળવનાર જાણીતા ટ્રેનર ભરતભાઈ દુદકીયા એ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ભરતભાઈ દુદકીયાનું સ્વાગત મદ્રેસાના ઓન. સેક્રેટરી ફા‚કભાઈ સુર્યાએ પુષ્પગુચ્છથી કર્યું હતું, તેમજ તેમના આસિસ્ટન્ટ પરેશભાઈ કેશવલાલ ઠાકરનું પુષ્પગુચ્છથી સ્વાગત પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલ્તાનીએ કર્યું હતું. આ કાર્યક્રમ માં મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફા‚કભાઈ સુર્યા એ સ્વાગત પ્રવચન માં ભરતભાઈ દુદકીયાનો પરિચય આપતા જણાવ્યું હતું કે, ભરતભાઈએ તેમની કારકિર્દી જે.સી.આઈ. થી  શરુ કરી હતી અને તેઓ જે.સી.આઈ.માં યુવાનોને પણ મહત્વની તાલીમ આપી રહ્યા છે. આજ થી ૨૦ વર્ષ પૂર્વે પણ મદ્રેસામાં ટ્રેનર તરીકે શિક્ષકોને માર્ગદર્શન આપી ચુક્યા છે, ત્યારે ૨૦ વર્ષ બાદ આજે ફરી ને તેઓનો લાભ આપણને મળી રહ્યો છે ત્યારે તેઓનો આત્મવિશ્ર્વાસ એક  જીવતી જાગતી મિશાલ છે, તેઓને  થોડા સમય પહેલા જીભનું કેન્સર થયેલ આ રોગ માં જીભ કાપવી પડી હતી, મોટા સર્જનો એ કહેલ કે હવે તમે ક્યારેય બોલી નહિ શકો અને તીખું ખાઈ નહિ શકો  ત્યારે તેઓ એ કાગળ ઉપર લખી ને કહેલ કે, ‘હું એકાદ વર્ષમાં બોલીશ અને મને મન થાય એવું બધું જમીશ’ અને તેઓના આત્મ વિશ્ર્વાસ થી ખરેખર આજે તેઓ બોલી શકે છે અને ટ્રેનર તરીકે પણ સક્રિય છે, તેઓ લાઈફકોચ છે, મોટિવેશનલ સ્પીકર, વાસ્તુ ક્ધસલ્ટન્ટ, એસ્ટ્રોલોજી ક્ધસલ્ટન્ટ ઉપરાંત છેલ્લા ૩૦ વર્ષ કરતા વધુ સમયથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, ગવર્મેન્ટ સાથે, ઘણીબધી કોર્પોરેટ સાથે કાર્યક્રમો કરી રહ્યા છે, તેઓ પાસે તમામ વિષયો પર તાલીમ આપવાનો નો બહોળો અનુભવ છે. આજે તેઓ મદ્રેસાના સ્ટાફને જે તાલીમ આપશે તે  વિદ્યાર્થીઓના  વિકાસમાં ખુબ ઉપયોગી થશે.ભરતભાઈ દુદકીયા એ શિક્ષકોને કોમ્યુનિકેશન ગેપ, પોઝિટિવ એટિટ્યૂડ, બોડી લેંગ્વેજ, સંગઠન થી કામ કરવા સહીત વિવિધ મુદ્દે પ્રેઝન્ટેશન અને વિવિધ રમતો દ્વારા સવાર થી સાંજ સુધી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શીવાનીબેન સામાણી શેરો -શાયરી સાથે અનોખા અંદાજમાં કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની, શિવાની સામાણી, આકીબ હામદાણી, હેતલ સોનીગ્રા સહીત સ્ટાફે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application