અમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત

  • September 28, 2024 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં હેલેન વાવાઝોડાએ ફ્લોરિડા અને દક્ષિણપૂર્વીય અમેરિકામાં ભારે તબાહી મચાવી છે. ગુરુવારે મોડી રાત્રે ફ્લોરિડાના ગ્રામીણ બિગ બેન્ડ વિસ્તારમાં ઓછા વસ્તીવાળા વિસ્તારમાં લેન્ડફોલ થયું ત્યારે વાવાઝોડાની મહત્તમ ઝડપ 225 કિલોમીટર પ્રતિ કલાક હતી. તેણે ભૂસાની જેમ ઊંચા વૃક્ષો ઉખેડી નાખ્યા અને ઘરો તોડી નાખ્યા હતા. જેના કારણે 44 લોકોના મોત થયા છે. બચાવ ટીમોએ પૂરના પાણીથી લોકોને બચાવવા માટે એક મિશન શરૂ કર્યું છે.


15 થી 26 અબજ ડોલરની સંપત્તિનું નુકસાન
મૂડીઝ એનાલિટિક્સે કહ્યું છે કે 15 થી 26 અબજ ડોલરની સંપત્તિનું નુકસાન થવાની સંભાવના છે મૃતકોમાં ત્રણ અગ્નિશામકો, એક મહિલા અને તેના એક મહિનાના જોડિયા બાળકનો પણ સમાવેશ થાય છે. આ મૃત્યુ ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને વર્જિનિયામાં થયા છે.



કેટેગરી 4ના વાવાઝોડાએ દક્ષિણ જ્યોર્જિયાની કેટલીક હોસ્પિટલોમાં પાવર આઉટ કર્યો હતો. ગવર્નર બ્રાયન કેમ્પે જણાવ્યું હતું કે અધિકારીઓએ કાટમાળ સાફ કરવા અને રસ્તાઓ ફરીથી ખોલવા માટે સખત મહેનત કરવી પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application