ઇઝરાયેલે 'ઓપરેશન ન્યુ ઓર્ડર' દ્વારા હિઝબુલ્લાના ચીફ નસરૂલ્લાહને કર્યો ખતમ, IDFએ કહ્યું હવે આગળનું લક્ષ્ય

  • September 28, 2024 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈઝરાયેલે શુક્રવારે હિઝબુલ્લાના વડા નસરૂલ્લાહની હત્યા કરી નાખી છે. ઇઝરાયેલની સેનાએ તેને ઓપરેશન ન્યુ ઓર્ડર નામ આપ્યું છે. ઈઝરાયેલની વાયુસેનાએ પોતે જ ખુલાસો કર્યો છે કે તેણે આ ઈન્ટેલિજન્સ મિશનને કેવી રીતે સફળતાપૂર્વક પાર પાડ્યું. સેનાએ તેના આગામી લક્ષ્યનો પણ ખુલાસો કર્યો છે. જાણો સંપૂર્ણ વિગતો વાંચો.


ઇઝરાયેલ અને લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહ વચ્ચેના વર્ષોથી ચાલેલા યુદ્ધે શુક્રવારે મોટો વળાંક લીધો, જ્યારે ઇઝરાયેલે બેરૂતમાં હિઝબુલ્લાના મુખ્યાલયને હવાઈ હુમલો કરીને નિશાન બનાવ્યું. ઇઝરાયેલી સૈન્યએ શનિવારે પુષ્ટિ કરી હતી કે હિઝબુલ્લાના વડા નસરૂલ્લાહ હુમલામાં માર્યા ગયા હતા. આ પછી હિઝબુલ્લાએ પણ મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે તેના નેતાઓ સાથી શહીદો સાથે સામેલ થઈ ગયા છે.


હુમલાની વિગતો આપતા ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે હિઝબુલ્લાના ચીફને મારવા માટે એક વિશેષ ઓપરેશન ન્યૂ ઓર્ડર શરૂ કર્યુ. આ હેઠળ ગુપ્તચર ઓપરેશન હાથ ધરતી વખતે તેણે હિઝબુલ્લાના મુખ્યાલય પર ચોક્કસ લક્ષ્ય પર એક માર્ગદર્શિત મિસાઇલ છોડી.


ઇઝરાયેલ એર ફોર્સનું આ છે પ્લાનીંગ 
X પર ઓપરેશનની વિગતો શેર કરતા ઇઝરાયેલી એરફોર્સે લખ્યું, 'IDFએ હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનના નેતા અને તેના સ્થાપકોમાંના એક હસન નસરૂલ્લાહને મારી નાખ્યો. તેમજ હિઝબુલ્લાહના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કરચી અને હિઝબુલ્લાના અન્ય કમાન્ડરો પણ માર્યા ગયા છે.



આગળનું લક્ષ્ય કોણ છે તે જણાવ્યું
તે જ સમયે અન્ય એક પોસ્ટમાં ઇઝરાયેલી સેનાએ અત્યાર સુધી માર્યા ગયેલા હિઝબુલ્લાહના કમાન્ડરો અને નેતાઓની તસવીર શેર કરી અને જણાવ્યું કે કેવી રીતે તેણે એક પછી એક આતંકવાદી સંગઠનના નેતૃત્વને ખતમ કર્યું. સેનાએ એ પણ સંકેત આપ્યો છે કે તેનું આગામી લક્ષ્ય હિઝબુલ્લાહના બદર યુનિટના કમાન્ડર અબુ અલી રીદા હોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application