દ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા

  • September 28, 2024 08:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના બરડીયા નજીક ટ્રાવેલ્સ કાર અને બે કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 3થી 4 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તો 108 અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી છે.


વિગતવાર વાત કરીએ તો દ્રારકાના બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માતની દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી પ્રમાણે 4થી વધુના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માત થતા 10 થી વધુ લોકોને ઈજા પહોચી છે. ઈજાગ્રસ્તોને હાલ તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ઘટના સ્થળે લોકોના ટોળા થયા એકઠા
અકસ્માત થતાં રોડ પર લોકોના ટોળા એકઠા થયાના હતા. જેના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્ય સર્જાયા છે. હાલ તો સ્થાનીક લોકો દ્વારા પણ તમામ લોકોની મદદ કરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application