BCCI દ્વારા બોલાવવામાં આવેલી વાર્ષિક બેઠક ઘણી ચર્ચાનો વિષય બની રહે છે. બીસીસીઆઈના નવા સચિવને લઈને આ બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયો હોવાના સમાચાર છે, પરંતુ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. દર વર્ષે વાર્ષિક બેઠકમાં, ઈન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલની અંદરના હોદ્દા અંગે નિર્ણયો લેવામાં આવે છે.
Cricbuzz અનુસાર અરુણ સિંહ ધૂમલ અને અભિષેક દાલમિયા IPLની ગવર્નિંગ કાઉન્સિલનો હિસ્સો રહેશે. અરુણ આઈપીએલના વર્તમાન અધ્યક્ષ છે અને અભિષેક ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે કામ કરતા હતા. બંનેએ પોતપોતાના હોદ્દા પર ચાલુ રાખવા માટે નોમિનેશન ભર્યું છે અને અહેવાલો અનુસાર, અરુણ અને અભિષેક 29 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં કાઉન્સિલના અધ્યક્ષ અને સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાશે.
જો આમ થશે તો અરુણ સિંહ ધૂમલ અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. જેમ જેમ આઈપીએલ 2025ની મેગા હરાજી નજીક આવી રહી છે, તેથી વાર્ષિક બેઠકમાં, રીટેન્શન નિયમો, ટીમ પાસે કેટલું પર્સ હશે અને ખેલાડીઓના પગાર અંગે પણ મુખ્ય નિર્ણયો લેવામાં આવશે. આ બેઠકમાં ભારતીય ક્રિકેટર્સ એસોસિએશન (ICA)ના પ્રતિનિધિની પસંદગી કરવામાં આવનાર છે. અહેવાલ મુજબ વી ચામુંડેશ્વરનાથ ICAમાં તે જ પદ પર રહેશે જે તેઓ અગાઉ સંભાળતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech