તમારી સહાય મંજૂર કરવાની છે, તેમ કહી ધોરાજીની બે મહિલા સાથે ઓનલાઇન ફ્રોડ

  • May 04, 2023 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓનલાઇન ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક ઓનલાઇન છેતરપિંડીની બનાવ સામે આવ્યો છે.જિલ્લા હેલ્થ ઓફિસર બોલું છું તમારી સહાય મંજુર કરવાની છે કહી ધોરાજીની બે મહિલા પાસેથી તેમના બેંક એકાઉન્ટ નંબર અને વિગતો મેળવી લીધી હતી.બાદમાં તેમના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા હતાં.


જેમાં એક મહિલાના એકાઉન્ટમાંથી રૂા.સાત હજાર અની બીજી મહિલાના એકાઉન્ટમાંથી રૂા.૧૫હજારની ઉઠાંતરી થઈ ગઈ હતી.
વધુમાં જાણાવા મળતી વિગતો મુજબ, સગર્ભા મહિલાઓ રાજયની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવે અને ઘરગથ્થુ ઈલાજોનો ભોગ ન બને એ માટે કેન્દ્ર સરકારે મહિલાઓને રૂા.૫ હજારની ઓનલાઈન સહાય આપે છે. આ સરકારી વેબસાઈટ કોઈ સાયબર માફિયાઓએ હેક કરી લઈ અરજદાર મહિલાઓને ફોન કરી બેન્ક એકાઉન્ટ નંબર અને બેન્કની ડિટેઈલ મેળવી લઈ ખાતામાંથી નાણા ઉઠાવી લે છેે.અહીની બે મહિલાઓએ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન કરીને બાળકનો પ્રસવ કરાવેલો હતો. એ પછી સરકારી સહાય મેળવવા માટે ઓનલાઈન સહાય ફોર્મ ભરીને રજુ કરેલું હતું. એ પછી બન્ને મહિલાઓને હિન્દીભાષી શખસોએ ફોન કરીને કહ્યું હતુ કે હું જિલ્લા હેલ્થ ઓફિસર બોલું છુે મારે તમારી સહાયની રકમ રૂા.૫૦૦૦મંજુર કરવાની છે એટલે તમારી બેન્કની વિગત અને એકાઉન્ટ નંબર આપો એ કહેતા જ આ બન્ને મહિલાઓએ તેમની વાતમાં આવી જઇ બેંક ખાતાની બધી જ વિગત આપી હતી.
​​​​​​​
મહિલાઓએ બેંક એકાઉન્ટની તમામ વિગતો આપ્યાના થોડી જ વારમાં એક મહિલાના એકાઉન્ટમાંથી સાત હજાર અને બીજી મહિલાના એકાઉન્ટમાંથી રૂા.૧૫ હજાર ઉપડી ગયા હતા. આથી મહિલા અને એના પરિવારજનો ચોંકી ઉઠયા હતા. તેઓએ અર્બન હેલ્થ સેન્ટરના ડોકટરને ફરિયાદ કરી હતી.આ અગાઉ પણ ધોરાજીની મહિલા સાયબર ફ્રોડનો ભોગ બની હતી. અને એના એકાઉન્ટમાંથી નાણા ઉપડી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application