કુસ્તીબાજોએ ક્રિકેટરોના મૌન પર ઉઠાવ્યા પ્રશ્નો, પીટી ઉષા-અનુરાગ ઠાકુરના નિવેદનો પર મામલો વધુ ગરમાયો

  • April 28, 2023 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

“બજરંગ પુનિયા સરકારી અધિકારી, પરવાનગી વિના ધરણા પર બેસી શકે નહીં” : રેસલિંગ એસોસિએશનના સેક્રેટરી
 

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો દ્વારા ચાલી રહેલી હડતાળ હવે મોટો મુદ્દો બની રહ્યો છે. સગીર સહિત 7 મહિલા ખેલાડીઓની ફરિયાદ 21 એપ્રિલે દિલ્હી પોલીસને આપવામાં આવ્યા બાદ પણ કેસ નોંધવામાં આવ્યો ન હતો. જે બાદ ખેલાડીઓએ ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીનો દિવસ આજે થનાર છે. આજે સુપ્રિમ કોર્ટના અખાડામાં કુસ્તીબાજોની અરજી પર સુનાવણી થશે. 


ખેલાડીઓની અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી. મંગળવારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલાને ઉલ્લેખ કર્યો હતો. સિબ્બલે કહ્યું કે જાતીય સતામણીના આરોપમાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. તે સમયે પીડિતા 16 વર્ષની હતી, તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેના પર સીજેઆઈએ કહ્યું કે કુસ્તીબાજોના આરોપો ખૂબ ગંભીર છે. તેમણે દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. અમે નોટિસ જારી કરીએ છીએ. 


વિનેશે ક્રિકેટરો અને ટોચના ખેલાડીઓના મૌન પર ઉઠાવ્યા સવાલ

વિનેશ ફોગાટે ભારતીય ક્રિકેટરો અને અન્ય ટોચના ખેલાડીઓના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે આખો દેશ ક્રિકેટની પૂજા કરે છે, પરંતુ એક પણ ક્રિકેટર કંઈ બોલ્યો નહીં. 'બ્લેક લાઈવ્સ મેટર' ચળવળનું ઉદાહરણ આપતા વિનેશે કહ્યું કે એવું નથી કે આપણા દેશમાં કોઈ મહાન એથ્લેટ નથી.

એવા ઘણા ક્રિકેટરો છે જેમણે અમેરિકામાં બ્લેક લાઇવ્સ મેટર ચળવળ દરમિયાન પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. શું અમે તેના લાયક પણ નથી? તેણે કહ્યું કે જ્યારે કુસ્તીબાજો જીતે છે ત્યારે તમામ ક્રિકેટરો પણ તેમને અભિનંદન આપવા આવે છે. તેમના માટે ટ્વીટ, પણ હવે તેમનું શું થયું? ફોગાટે પૂછ્યું કે શું આ ખેલાડીઓ સિસ્ટમથી એટલા ડરે છે કે અહીં પણ કંઈક ખોટું થઈ રહ્યું છે?


આ પ્રકારે પ્રદર્શન એ અનુશાસનહીન, ભારતની છબી ખરડાઈ રહી છે : પીટી ઉષા 


ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું- કુસ્તીબાજો માટે રસ્તા પર પ્રદર્શન કરવું એ અનુશાસનહીન છે. આનાથી ભારતની છબી ખરાબ થઈ રહી છે. IOA એ WFI ચલાવવા માટે ત્રણ સભ્યોની એડહોક પેનલમાં ભૂતપૂર્વ શૂટર સુમા શિરુર, વુશુ એસોસિએશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ ભૂપેન્દ્ર સિંહ બાજવાનો સમાવેશ કર્યો છે. 


“ફોગાટ પરિવારને રેસલિંગ ફેડરેશન પર કબજો કરવો છે, વીનેશ અને સાક્ષી સાથે કઈ ખોટું નથી થયું” : રાકેશ 


તો હરિયાણા રેસલિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી રાકેશ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું- વિનેશ અને સાક્ષી સાથે કંઈ ખોટું થયું નથી. ફોગાટ પરિવાર રેસલિંગ ફેડરેશન પર કબજો કરવા માંગે છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર કુસ્તીબાજોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. એમ પણ કહ્યું- બજરંગ પુનિયા સરકારી અધિકારી છે. તેઓ પરવાનગી વિના ધરણા પર બેસી શકે નહીં.


કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ રમતના કેટલાક ખેલાડીઓ વિરોધ કરી રહ્યા છે. જે ખોટું છે. મેં પોતે સાડા 12 કલાક સુધી કુસ્તીબાજોને સાંભળ્યા છે. મધ્યરાત્રિએ પત્રકાર પરિષદ પણ આ મામલે યોજાઈ હતી.


આ નિવેદનો પર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે તેમની પાસેથી આવા મજબૂત નિવેદનની અપેક્ષા નહોતી. બજરંગે કહ્યું કે રમત ગમત મંત્રી અમારી વચ્ચે 2-4 મિનિટ બેઠા હતા. બાકીનો સમય તેમના અધિકારીઓ મધ્યસ્થી કરવામાં રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application