વિશ્વના ફેમસ મીમ્સ ડોગ ચીમ્સે દુનિયાને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર ફેંસ થયા દુઃખી

  • August 20, 2023 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોશિયલ મીડિયાના યુગમાં મીમ્સ હવે મહત્વનો ભાગ બની ગયા છે. ઘણી વખત લોકો પોતાની લાગણી દર્શાવવા માટે મીમ્સનો સહારો લે છે. ઘણા પાત્રો પણ આવા મીમ્સ માટે ખૂબ પ્રખ્યાત થયા છે. આવું જ એક પાત્ર એક કૂતરો ચીમ્સનું હતું. દુઃખદ સમાચાર એ છે કે હવે ચીમ્સનું અવસાન થયું છે. આ કૂતરાનું સાચું નામ બાલ્ટ્ઝ હતું અને તે કેન્સર સામે લડી રહ્યો હતો. આખરે 12 વર્ષની ઉંમરે ચીમસે અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયા છોડી દીધી.


ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપતા, આ કૂતરાને ઉછેરનારા લોકોએ લખ્યું, ' બાલ્ટ્ઝ 18 ઓગસ્ટે સૂઈ ગયો. આ પહેલા તેણે થોરાસેન્ટેસીસ સર્જરી કરાવી હતી. અમે તેને કીમોથેરાપી અને અન્ય શ્રેષ્ઠ સારવાર કરાવવા માંગતા હતા પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે દુ:ખી ન થાઓ બસ એટલું યાદ રાખજો કે બાલ્ટ્ઝે આ દુનિયાને કેટલી ખુશીઓ આપી. તેણે રોગચાળા દરમિયાન અમને અને તમારા બધાની મદદ કરી અને લોકોને ખુશ રાખ્યા, પરંતુ હવે તેમનું મિશન પૂર્ણ થયું છે.


આ કૂતરો પહેલીવાર વર્ષ 2017માં ચર્ચામાં આવ્યો હતો. એકવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા પછી, તે દરેક મીમ્સના પર દેખાવા લાગ્યો. લોકોએ તેની સરખામણી ચીઝ સાથે કરી અને અહીંથી મીમ્સની દુનિયામાં તેનું અલગ નામ ચીમ્સ સામે આવ્યું. લોકો તેને ચીમ્સબર્ગરના નામથી પણ બોલાવે છે.


12 વર્ષીય બાલ્ટ્ઝ તેના પરિવાર સાથે હોંગકોંગમાં રહેતો હતો. જ્યારે તે માત્ર એક વર્ષનો હતો ત્યારથી કેથીએ તેને ઉછેર્યો હતો. કેથી દરરોજ પોતાનો અને બાલ્ટ્ઝનો ફોટો અપલોડ કરતી હતી અને જોતા જ તે આખી દુનિયામાં વાયરલ થઈ ગઈ હતી. કેથી કહે છે કે તે અલગ-અલગ એક્સપ્રેશન આપવામાં પણ માહિર હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application