પાંજરા પોળ પાસેથી મહિલાની ખોપડી મળી.... હીંસક પ્રાણીએ મારણ કર્યુ?

  • April 06, 2023 07:01 PM 

જામજોધપુરમાં પાંજરાપોળ પાસે રહેતા 65 વર્ષીય મહિલાની ખોપડી મળી આવી છે....પતિનું અવસાન થયા બાદ મહિલા એકલી રહેતી હતી...તેમના પરિજનો બે દિવસથી મહિલાની શોધખોળ કરતા હતા...પણ મહિલાની કોઈ ભાળ મળી ન હતી..

આખરે એક અવાવરું કુવા પાસેથી મહિલાનો હાથ મળી આવ્યો હતો...જો કે પોલીસે તપાસ કરતા મહિલાની ખોપડી જામજોધપુરમાં પાંજરાપોળ પાસેથી મળી આવી છે.

કોઈ જંગલી પ્રાણીએ મહિલાને ફાડી ખાધી હોય તેવું પ્રાથમિક દષ્ટિએ દેખાઈ આવે છે....કારણ કે મહિલાની ખોપડી સાવ અલગ મળી આવી છે..પોલીસે મહિલાના કંકાલ જામનગર FSL માં મોકલ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે....ઘટનાની જાણ થતાં ડીવાયએસપી જામજોધપુર પહોંચ્યા છે..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application