'તમે હાથ ધોઈને મારા ભાઈની પાછળ કેમ પડ્યા છો? ', અભિનેત્રીનું દર્દ છલકાયું, સલમાન ખાન માટે શેર કર્યો વિડીયો

  • March 26, 2023 06:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રાખી સાવંત સલમાન ખાનને મળેલી 'જાનથી મારી નાખવાની ધમકી' પર પ્રતિક્રિયા આપતી જોવા મળે છે. આવી સ્થિતિમાં રાખી સાવંતે કહ્યું કે, 'સલમાન ખાન એક લિજેન્ડ છે, તેના વિશે કોઈએ આવા ખરાબ વિચારો ન રાખવા જોઈએ'.
​​​​​​​

સલમાન ખાન વિરુદ્ધ બોલનારાઓને જડબાતોડ જવાબ આપતાં રાખી સાવંતે કહ્યું- 'હું કહું છું કે સલમાન ખાન ન્યાયી વ્યક્તિ છે. તે મહાપુરુષ છે. સલમાન ભાઈ માટે પ્રાર્થના કરો. તે લોકો માટે ઘણું બધું કરે છે. શું તમે જાણો છો કે તે અંબાણી કરતા પણ કેટલા અમીર છે. સલમાન ભાઈના દુશ્મનોની આંખ જ ફોડી દો. હું સલમાન ભાઈ માટે પ્રાર્થના કરું છું, કોઈ તેમના વિશે ખરાબ ન વિચારે.'

રાખીએ આગળ કહ્યું- 'હું એ લોકોને કહેવા માંગુ છું કે જેઓ સલમાન ભાઈ વિરુદ્ધ ઈન્ટરવ્યુ આપી રહ્યા છે, તેમણે તમારી સાથે શું કર્યું છે. તમે હાથ ધોઈને મારા ભાઈની પાછળ કેમ પડ્યા છો? તે ખૂબ જ ધર્મનિષ્ઠ છે, તેમણે ફોલો કરવાનું બંધ કરો. ભાઈ ઘણા શ્રીમંત છે, છતાં તે વન BHKમાં રહે છે. તેણે મારી માતા માટે એટલું બધું કર્યું છે કે તેનું ઋણ ચૂકવી શકાય તેમ નથી.’




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application