અયોધ્યા સ્થિત રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક થવાનો છે. તેના માટે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. આજે રાજસ્થાનના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતનું આ અંગે નિવેદન સામે આવ્યું છે. તેમણે ભાજપનું નામ લીધા વિના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે રાજનીતિ થતી હોવાનો આરોપ લગાવ્યો છે.
અશોક ગેહલોતે કહ્યું હતું કે, રામ મંદિરનો શિલાન્યાસ રાજીવ ગાંધીએ કર્યો હતો. પરંતુ નવા રામ ભક્તોનો જન્મ રાજકારણ કરવા માટે થયો છે. તેમણે કહ્યું કે, આજે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે ચર્ચા થશે. ચૂંટણી જીતવા માટે બાલાકોટની જેમ રામમંદિર પર રાજનીતિ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે અશોક ગેહલોતે ભાજપનું નામ લીધા વિના નિશાન સાધ્યું છે. અશોક ગેહલોતે કહ્યું કે આ લોકો ધર્મનો ફાયદો ઉઠાવી રહ્યા છે, ધર્મ એ લોકોની નબળાઈ છે. દેશમાં ખતરનાક રમત ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ રામલલાની પ્રતિમાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, " રામલલાની પ્રતિમા ક્યાં છે જેના પર આખી લડાઈ થઈ હતી? તે પ્રતિમા શા માટે સ્થાપિત કરવામાં આવી ન હતી? નવી પ્રતિમાની શું જરૂર હતી?" આમ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સવાલોનો મારો કર્યો હતો.
તમને જણાવી દઈએ કે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ આ મામલે એકબીજા પર નિશાન સાધવાની કોઈ તક છોડતા નથી. ગત વર્ષે રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બમ્પર જીત મળી હતી. તેની સાથે જ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભાજપે જંગી મતોથી જીત મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech