હરિથી હરને જોડતી એસટી બસ દ્વારકા-સોમનાથ કરાઇ બંધ: ગ્રામજનોમાં આક્રોશ
જામનગર એસ.ટી.ડેપો દ્વારા હરિથી હરને જોડતી એસ.ટી. બસ દ્વારકા-સોમનાથ કલ્યાણપુર, લાલપુર, રાવલ સહિતના ગામડાઓના મુસાફરો માટે ખૂબ જ મહત્વની હતી, જે બંધ કરવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
બારાડી પંથકને લગત દ્વારકા-સોમનાથ બસ સારી આવક મેળવતી હતી, આમ છતાં જામનગર એસ.ટી. ડીવીઝન દ્વારા એકાએક આ બસને બંધ કરતા ગ્રામજનોમાં તેમજ સમગ્ર બારાડી પંથકમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે.
દ્વારકા-સોમનાથ વાયા કલ્યાણપુર, ભાટીયા, રાવલ, પોરબંદર થઇને સોમનાથ તરફથી આ ટની બસ બન્ને ધાર્મિક સ્થળોને જોડતી હતી અને આ પંથકના લોકોને દર્શનાર્થે સોમનાથ જવા માટે ખૂબ જ અનુકુળ રહેતી હતી અને રાવલ અને કલ્યાણપુર, ભાટીયાના આજુબાજુના ગામડાઓમાંથી હટાણું કરવા માટે આવતા હોય જેથી એકાએક આ ટની બસ બંધ કરવામાં આવતા હાલાકી ભોગવી રહ્યા છે, આ અંગે જામનગર ડીસી, દ્વારકા ડેપો મેનેજરને પણ અવારનવાર આ બસ ચાલુ કરવા માટે લેખિત, મૌખિક રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech