હૈદરાબાદમાં અમિત શાહ માટે લગાવાયા 'વેલકમ પોસ્ટર', પરંતુ તેમના કે અન્ય નેતાઓના બદલે લગાવાયા વોશિંગ પાઉડર નિરમાના ફોટો !

  • March 13, 2023 06:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હૈદરાબાદમાં કેન્દ્રીય ગૃહમંત્રીના સ્વાગત માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે પરંતુ તેમાં ટ્વિસ્ટ છે. આ પોસ્ટરમાં ગૃહમંત્રીની તસવીર ક્યાંય દેખાતી નથી. તેમાં વોશિંગ પાવડર નિરમા ગર્લનો ફોટો છે. અમિત શાહે રવિવારે (12 માર્ચ) સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના 54મા સ્થાપના દિવસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પોસ્ટરમાં નિરમા ગર્લની સાથે બીજેપીના તે નેતાઓના નામ પણ લખવામાં આવ્યા છે જેઓ અન્ય પાર્ટીમાંથી પાર્ટીમાં સામેલ થયા હતા. તેલંગાણાની શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ આ પોસ્ટરો લગાવ્યા છે.

પોસ્ટરમાં નિરમા છોકરીની તસવીર સાથે બીજેપી નેતાઓ હિમંતા બિસ્વા સરમા, નારાયણ રાણે, સુવેન્દુ અધિકારી, ઈશ્વરપ્પા, જ્યોતિરાદિત્ય સિંધિયા વગેરેના નામ લખવામાં આવ્યા છે. આ તમામ નેતાઓ અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડાયા છે. પોસ્ટરની ઉપર અંગ્રેજીમાં 'વોશિંગ પાવડર નિરમા' અને નીચે 'વેલકમ ટુ અમિત શાહ' લખેલું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે હૈદરાબાદમાં CISFની 54મી રાઈઝિંગ ડે પરેડમાં હાજરી આપી હતી અને પરેડની સલામી લીધી હતી. અગાઉ એક ટ્વિટમાં શાહે CISFને ભારતની આંતરિક સુરક્ષાના સ્તંભોમાંથી એક ગણાવ્યું હતું.


કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં CISFને આધુનિક બનાવવામાં આવશે. આ માટે ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે. આ દરમિયાન શાહે ફરજના માર્ગ પર ચાલતા CISF જવાનોના બલિદાનને પણ યાદ કર્યું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application