હાર્મની લીગ ક્રિકેટ મેચમાં જામનગર મહાનગરપાલિકાનો વિજય

  • March 15, 2023 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા - જામનગર બ્રાંચ દ્વારા તા. ૧૧ તથા ૧૨ માર્ચ-૨૦૨૩ ના રોજ સુમેર ક્લબ ખાતે રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ હાર્મની લીગ મેચ-૨ નું આયોજન કરવામાં આવેલ હતું.


આ ટુર્નામેન્ટમાં ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, જામનગર બાર કાઉન્સિલ એસોસીએશન, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન-જામનગર, સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ, ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ, લોકલ ક્રાઈમ બ્રાંચ-જામનગર, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુમેર સ્પોર્ટ્સ ક્લબ, ઇન્ડિયન ડેન્ટલ એસોસીએશન-જામનગર અને જામનગર મહાનગરપાલિકા જેવી અલગ-અલગ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મેચ જામનગર મહાનગરપાલિકા અને સુમેર સ્પોર્ટ્સ ક્લબ વચ્ચે રમાયેલ હતો.
આ મેચમાં જામનગર મહાનગરપાલિકા ઇલેવનનો વિજય થયો હતો.

​​​​​​​જેમાં જામનગર મહાનગરપાલિકાના ક્રિકેટ ટીમના વિજય બાબરીયાને મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સીરીઝ જાહેર કરાયા હતા, જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશ્નર વિજયકુમાર ખરાડીએ દ્વારા ટીમનું સુકાન સંભાળી જામનગર મહાનગરપાલિકાની ટીમને વિજય અપાવ્યો હતો તેમજ રમતવીરોમાં ઉત્સાહ વધાર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application