ભાવનગરના સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની હનુમાન જયંતી દિવસે અનોખી હનુમાનભક્તિ

  • April 07, 2023 12:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

હનુમાનજયંતીના દિવસે ૫૦૮ આંકડા પુષ્પોની માળા બનાવી ભગવાન હનુમાનજીને અર્પણ કરી અગાઉના વર્ષે પણ મહાશિવરાત્રીમાં શિવજીને પ્રિય એવાં ૧૦૮ ધતુરાના પુષ્પોના ફળની માળા અર્પણ કરી હતી


ભાવનગરના શિવસાગર ખાતે રહેતા અને સિંચાઈ વિભાગમાં કાર્યરત એવાં નાયબ કાર્યપાલક ઇજનેર જીગ્નેશ જોશી એક કુશળ ઇજનેર હોવાં સાથે અનોખાં અને આગવા હનુમાન ભક્ત પણ છે.


સામાન્ય રીતે હનુમાન જયંતિમાં ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવાં માટે લોકો વિવિધ રીતે હનુમાન ભક્તિ કરતાં હોય છે. તે જ રીતે શ્રી જીગ્નેશ જોશીએ પણ આ વર્ષે હનુમાન જયંતીએ ભગવાન હનુમાનજીનો મહિમા કરતાં ૫૦૮ આંકડાના પુષ્પોની માળા બનાવીને ભગવાન હનુમાનજીને અર્પણ કરી હતી.


જોશી ના જણાવ્યા મુજબ હનુમાનજયંતિના આગલા દિવસે કષ્ટભંજન હનુમાનજી દાદા ની સૌથી મોટી મૂર્તિનું લોકાર્પણ સારંગપુર ખાતે થવાનું હતું તે પ્રતિમાને ધ્યાન રાખી તેને પેહરાવી શકાય તેવી આંકડા માળા હનુમાનજી દાદાને અર્પણ કરવાનો સંકલ્પ હતો જે તેમને શ્રી રામજી મંદિર હનુમાનજી દાદાને  હાર પેહરાવી પૂર્ણ કરેલ છે


જોશી આ હનુમાન જયંતી સિવાય પણ દર શનિવારે ઝાંઝરિયા હનુમાનજી મંદિર તેમજ સાંઈબાબાના મંદિરે આવેલ શનિ દેવને  આંકડા માળા અર્પણ કરે છે.ગત વર્ષે પણ જોશીએ ૧૦૮ ધતુરાના પુષ્પના ફળ જુદી- જુદી જગ્યાએથી શોધીને ભગવાન શંકરની માળા બનાવી અર્પણ કરી હતી. 


શા માટે ભગવાન હનુમાનજી આંકડાની માળા અર્પણ કરાઇ છે 


આ અંગે જીગ્નેશ જોશી સાથે વાત કરતાં તેમને જણાવ્યું કે ભારતીય પુરાણોના ઉલ્લેખ મુજબ ભગવાન હનુમાનજી રુદ્રાવતાર છે એટલે કે શંકર ભગવાનના જ અવતાર કે અંશ છે. ભગવાન શંકર જ્યારે સમુદ્ર મંથન માં નીકળેલું ઝેર પીધું ત્યારે અશ્વિની કુમારો તેમાં ગળે રહેલા ઝહેર ઠંડુ પાડવા શિવજીને બિલી પત્રો અને આંકડા જેવા દુર્લભ ફૂલોથી જ ગળામાં લેપ કરી ઠંડક આપી હતી એટલે હનુમાનજીને આંકડાની માળા અર્પણ કરવાથી ભગવાન શિવ પણ શીઘ્ર પ્રસન્ન થાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application