ગીરગઢડાના મોટા સમઢિયાળા ગામમાં રહેણાંક વિસ્તારમાં બે સિંહો ઘૂસી આવતા રખડતા એક પશુ પર હુમલો કરી મારણની મિજબાની માણી હતી....સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ...ગીરગઢડાના મોટા સમઢિયાળા ગામમાં રહેણાંક વિસ્તારમાં બે સિંહો ઘૂસી જઇ એક રખડતા પશુ પર હુમલો કરી મારણની મિજબાની માણી હતી. જોકે ગામમાં બે સિહો આટફેરા કરતા હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ ગઈ હતી. અગાઉ પણ સિંહ ગામમાં આવી ચઢ્યા હતા. અને પશુના મારણ કરતા હોવાની ઘટના અવાર નવાર બનતી હોય ગીર વિસ્તાર નજીક હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં અને સીમ વાડીમાં શિકાર સહેલાઇ મળી જતું હોવાથી વારંવાર ગામમાં આવતા હોવાની ઘટના સામે આવી હતી.. સમઢિયાળા ગામમાં રહેણાંક વિસ્તારમાં રાત્રિનાં સાડા બાર વાગ્યાની આસપાસ બે સિંહો ગામમાં આવી ગયા હતા. અને શિકારની શોધમાં ગામની ગલીઓમાં આટાફેરા કર્યાં બાદ લાલજીભાઈ આંબાભાઈ ડોબરીયા મકાનના ડેલા આગળ આ બે સિંહોએ રખડતી એક ગાય પર હુમલો કરી મારણની મિજબાની માણી હતી. અને બાદમા મીજબાની માણ્યા બાદ સીમમાં જતા રહ્યાં હતાં. જોકે ગામમાં બે સિંહો આવતા રહેણાંક વિસ્તારમાં આવતા ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. બે સિંહો આટાફેરા કરતા સમગ્ર ઘટના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો
September 20, 2024 04:19 PMનવનિર્મિત હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત કરવા અંગેનો દર્દીલક્ષી નિર્ણય લેવાયો
September 20, 2024 04:17 PMવાવડી પ્રા.શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૯૨ અરજીઓનો નિકાલ
September 20, 2024 04:16 PMદવાની ફેક્ટ્રીમાં કેમિકલ લીક થતા હડકંપ, 8 મહિલા બેશુદ્ધ, બેની હાલાત ગંભીર
September 20, 2024 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech