નવનિર્મિત હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત કરવા અંગેનો દર્દીલક્ષી નિર્ણય લેવાયો

  • September 20, 2024 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ભાવનગર ખાતે મંજૂર થયેલ અને સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર કેમ્પસ ખાતે નવ નિર્મિત પી.એમ. એસ.એસ.વાય- એસ.એસ.બી. (જઞઙઊછઝ જઊઙઈઈંઅઈંકઈંઝઢ ઇકઘઈઊં) હોસ્પિટલ ત્વરિત કાર્યરત કરવા અંગેના આયોજન ના ભાગરૂપે  સાંસદ અને કેન્દ્રીય મંત્રી  નીમુબેન બાંભણીયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આથી પી.એમ.એસ.એસ.વાય- એસ.એસ.બી. હોસ્પિટલ કાર્યરત થવાથી ભાવનગર શહેર, ભાવનગર જીલ્લા તેમજ આજુ-બાજુનાં જીલ્લાઓ (અમરેલી, બોટાદ, જુનાગઢ, સુરેન્દ્રનગર વિગેરેથી આવતા જીલ્લાઓ) થી આવતા દર્દીઓને હૃદય, કિડની અને મગજ સંબંધિત રોગના મેડીકલ અને સર્જીકલ સારવાર સુપર સ્પેશ્યાલીસ્ટ તજજ્ઞઓ દ્વારા મળી રહે તેમ છે. 
મહાનુભાવઓ દ્વારા પી.એમ.એસ.એસ.વાય- એસ.એસ.બી. હોસ્પિટલનું ઝીણવટપૂર્વક રાઉન્ડ લેવામાં આવેલ હતા અને કામગીરીનું પ્રગતિ અંગે તમામ મુદ્દાઓ અંગે સમીક્ષા કરવામાં આવેલ અને હોસ્પિટલ કાર્યરત કરવા માટે સ્થાનિક અને રાજ્ય કક્ષાએથી કરવાની થતી કામગીરી વધુ ઝડપી રીતે થાય તે અંગે જરૂરી ચર્ચા કરવામાં આવેલ હતી અને સંબંધિત તમામ ને જરૂરી માર્ગદર્શન સહ સુચના આપવામાં આવેલ હતી.
પી.એમ.એસ.એસ.વાય- એસ.એસ.બી. હોસ્પિટલનું બાંધકામ પૂર્ણ થયેલ છે તેમજ વિવિધ એન.ઓ.સી. પણ મેળવી લેવામાં આવેલ છે. મોટાભાગના સાધન-સામગ્રીની ડીલીવરી થઈ ગયેલ છે અને બાકી રહેલ આઈટમની સપ્લાય અંગેની પ્રક્રિયા શરૂ છે. હોસ્પિટલ કાર્યરત કરવા માટેનાં મેનપાવર સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. ૨ રેડીયોલોજીસ્ટ, અને ૧ ન્યુરોસર્જન અને ૧૨ મેડીકલ ઓફિસરની જગ્યા ભરવામાં આવેલ છે અને અન્ય મંજૂર થયેલ જગ્યાઓ ઉપર ભરતી અંગેની પ્રક્રિયા શરૂ છે. હોસ્પિટલ ટૂક સમયમાં કાર્યરત કરવામાં આવશે તે અંગેનું દર્દીલક્ષી નિર્ણય કરવામાં આવેલ હતો.  
 આ તકે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય  જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય  સેજલબેન પંડ્યા, આગેવાન અભય ચૌહાણ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા તેમજ આરોગ્ય કમિશ્નર સહિત રાજ્ય કક્ષાએથી પધારેલા અધિક નિયામકશ્રીઓ (આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધન) દ્વારા રૂબરૂ મુલાકત લેવામાં આવેલ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application