નેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ

  • December 23, 2024 01:40 PM 

નેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા કેડેટ્સને સંરક્ષણ દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા સમયાંતરે શૈક્ષણિક સહ પ્રેરક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.  તાજેતરમાં શાળાએ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા પુણે, કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ, આર્મી ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એએફએમસી પુણે, આઈએનએસ શિવાજી લોનાવાલા અને આર્મર્ડ કોર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલ, અહિલ્યાનગરમાં ધોરણ 11 ના 70 કેડેટ્સ અને મહેશ બોહરા, સીનીયર માસ્ટર, શ્રી ડીડી પુરોહિત પીજીટી ગણિત અને  શ્રી રમેશ મકવાણા, ટીજીટી સામાજિક વિજ્ઞાન માટે છ દિવસીય શૈક્ષણિક સહ પ્રેરક પ્રવાસનું આયોજન કર્યું હતું.  




પ્રથમ દિવસે કેડેટ્સે કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ, પુણેની મુલાકાત લીધી હતી.  કેડેટ્સે કોમ્બેટ એન્જિનિયરિંગ અને સીબીઆરએન  સંરક્ષણના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં તાલીમ સાથે કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના કર્મચારીઓની તાલીમ કેવી રીતે હાથ ધરવામાં આવે છે તેનું જ્ઞાન મેળવ્યું.  તે પછી આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ ટ્રેઇનિંગની મુલાકાત લીધી, જ્યાં તેઓએ સ્વિમિંગ પૂલ, ઇન્ડોર બાસ્કેટબોલ અને વૉલીબોલ કોર્ટ, જિમ્નેશિયમ અને યોગા સેન્ટર જોયા.


પ્રવાસના બીજા દિવસે, કેડેટ્સે કમાન્ડન્ટની સમીક્ષા પરેડ જોઈ અને નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલા, પુણે ખાતે વિવિધ તાલીમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાત લીધી.  કેડેટ્સ માટે આ એક ખાસ પ્રેરક ક્ષણ હતી કારણ કે તેઓએ તે ભૂતપૂર્વ બાલાચડિયનો સાથે પણ વાતચીત કરી હતી જેઓ હવે એનડીએ ખાતે ઓફિસર્સની તાલીમ લઈ રહ્યા છે.  




પ્રવાસના ત્રીજા દિવસે, કેડેટ્સે એએફએમસી પુણે અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી જ્યારે ચોથા દિવસે કેડેટ્સને આઈએનસી શિવાજી, લોનાવાલાની મુલાકાત લેવાની તક મળી જ્યાં કેડેટ્સને ભારતીય નૌકાદળમાં કારકિર્દીનો પરિચય કરાવવામાં આવ્યો.  તેઓને ફાયર ફેસિલિટી વિંગ અને મ્યુઝિયમમાં પણ લઈ જવામાં આવ્યા હતા. 

પ્રવાસના પાંચમા દિવસે, કેડેટ્સે આર્મર્ડ કોર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલ, અહિલ્યાનગરની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ ટેન્ક રાઈડ કરી હતી અને તેમને કેવેલરી ટેન્ક મ્યુઝિયમમાં લઈ જવામાં આવ્યા હતા અને પ્રવાસના છેલ્લા દિવસે તેઓએ મિકેનાઈઝ્ડ ઈન્ફન્ટ્રી સેન્ટર એન્ડ સ્કૂલ, અહિલ્યાનગરની મુલાકાત લીધી હતી. પ્રવાસમાંથી પાછા ફર્યા પછી, કેડેટ્સ વધુ પ્રેરિત અને અધિકારીઓ તરીકે સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટે પ્રેરિત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application