વાવડી પ્રા.શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૯૨ અરજીઓનો નિકાલ

  • September 20, 2024 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  ઘોઘાના વાવડી પ્રાથમિક શાળા ખાતે તા. ૧૭ સપ્ટેમ્બરના  રોજ યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૯૨ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ તકે સેવા સેતુ સાથે સ્વચ્છતા રેલી અને એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.  
  ઘોઘાના વાવડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ડીવમિંગ , રાશન કાર્ડ ધારકોને ય-ઊંઢઈ, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, પી.એમ. જય, પશુઓની સારવાર,  આઇ.સી .ડી. એસ. બાળકોના આધારકાર્ડ,  રેશનકાર્ડ માં નામ દાખલ કરવું,  આધાર કાર્ડ માં સુધારા,  વિધવા સહાય,  રાશનકાર્ડમાં સુધારા,  પીએમ કિસાન પોર્ટલ પર રજીસ્ટ્રેશન,  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં ઈ કેવાયસી,  વૃદ્ધ પેન્શન વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર,  નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના,  નમોશ્રી યોજના,  ઘરેલુ નવા વીજ જોડાણ સહિતની ૧૮૯૨ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application