કાલે ગણપતિ બાપ્પા મોર્યા ના નાદ સાથે ભાવભીની અપાશે વિદાય

  • September 27, 2023 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોઇપણ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે વિઘ્નહર્તા ગણેશજીને યાદ કરવામાં આવે છે, જામનગરમાં વર્ષોથી ગજાનનો જય જય કાર થઇ રહયો છે, ત્યારે જામનગરમાં અનેક પંડાલોમાં પાર્વતીપુત્રની સ્થાપના કરવામાં આવી છે, એટલું જ નહીં કેટલાક પંડાલોમાંથી બાપ્પાને ભાવભરી વિદાય આપવામાં આવી છે અને હવે કાલે મોટાભાગના ઘરો અને પંડાલોમાંથી સિઘ્ધી વિનાયકને જય ગણેશના નાદ સાથે અગલે બરસ તું જલ્દી આ કહીને વિદાય આપવામાં આવશે.
જામનગર શહેરમાં લગભગ ૩૦૦થી વધુ જાહેર પંડાલો અને ૪ હજારથી વધુ ઘરોમાં પાર્વતી પુત્રની સ્થાપના કરવામાં આવી હતી, કેટલાક લોકોએ ૧, ૩, ૫, ૭, ૯ તેમજ ૧૧ દિવસ માટેની માનતા રાખી હતી પણ મોટાભાગના લોકોએ નવમાં દિવસે ગજાનનને વિદાય આપવાનું નકકી કર્યુ હતું.



કોર્પોરેશન દ્વારા લાલપુર બાયપાસ ચોકડી અને હાપામાં સ્કોડાના શો‚મ સામે વિશાળ કુંડ બનાવવામાં આવ્યા છે અને તેમા અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ ગજાનની મુર્તીઓનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે, આવતીકાલે અબીલ ગુલાલની છોળો સાથે મહાઆરતી કરીને સિઘ્ધી વિનાયકને વિદાય આપવામાં આવશે, લોકો જય જય કાર બોલાવશે, કેટલાક સ્થળોએ ગણેશ યજ્ઞ, દિપમાળા, વિશિષ્ટ આરતી અને મોદકનો પ્રસાદ ધરાવવામાં આવશે, ત્યારે ગણેશ ભકતો મનોમન એવી પ્રાર્થના કરેશે કે હે વિઘ્નહર્તા અગલે બરસ તું જલ્દી


આ.
દર વર્ષે બાલાચડીના દરીયામાં સિઘ્ધી વિનાયકનું વિસર્જન કરવામાં આવશે અને મોટી સંખ્યામાં ગણેશ ભકતો લંબોદરનો જય જય કાર બોલાવે છે, રસ્તામાં પણ ડીજેના નાદ સાથે લોકો ડાન્સ પણ કરે છે અને રસ્તામાં ઠંડા પીણા અને અન્ય સરબતોની પણ વ્યવસ્થા કરવામાં આવી હોય છે.
બાલાચડીના દરીયામાં જયારે ગણેશજીનું વિસર્જન હોય છે ત્યારે એક દિવસ બાદ કેટલીક મુર્તીઓ કાંઠા પર તણાઇને આવે છે ત્યારે ભગવાનનું માન જળવાય તે રીતે આ મૂર્તિની પધરામણી કરવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે, જામનગર ઉપરાંત, કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ધ્રોલ, જોડીયા, ફલ્લા, રાવલ, ભાટીયા, લાલપુર, જામજોધપુર, કલ્યાણપુર સહિતના ગામોમાં પણ આવતીકાલે ગજાનનું વિસર્જન કરવામાં આવશે.
પંડાલો અને ઘરોથી નીકળનારી શોભાયાત્રામાં ટ્રેકટર, ટેમ્પો, ટ્રક સહિતના અનેક વાહનો જોડાશે, અને આ વાહનોમાં ડીજે મુકીને ગણેશ ભકતો શહેરના રાજમાર્ગો પણ અબીલ ગુલાલની છોળો ઉડાડશે અને ગણેશ ધુન પર ડાન્સ કરશે.



નવ દિવસ દરમ્યાન અનેક સ્થળોએ મોદક ધરાવવામાં આવ્યા હતા, કૃષ્ણનગર વિસ્તારમાં ૧૧ હજાર લાડુ ગણેશજીને ધરવામાં આવ્યા હતા એવી જ રીતે તીનબતી પાસે દગડુશેડના ગણપતીમાં ૨૪ ફુટની બોલપેન વિક્રમી બોલપેન બનાવવામાં આવી હતી. 


કાલે સવારથી સાંજ સુધીમાં અનેક સ્થળોએ ભોજન સમારંભના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે, ભકતો સાથે મળીને પ્રસાદ પણ લેશે ત્યારબાદ શાસ્ત્રોકત વિધીથી જય ગણેશના નાદ સાથે વિશાળ શોભાયાત્રમાં વાહનમાં ગણેશજીને બેસાડીને કુંડના સ્થળે લઇ જશે, મહાપાલીકા દ્વારા ગયા વખતે જે કુંડ બનાવવામાં આવ્યો હતો તેના કરતા વધુ ગણેશજીની મુર્તીઓ આ વખતે પધરાવવામાં આવી છે તેવો દાવો અધિકારીઓએ કર્યો છે, હજુ કાલનો દિવસ બાકી છે કાલે પણ હાપા અને લાલપુર બાયપાસ ચોકડીના કુંડમાં સિઘ્ધી વિનાયકને વિદાય આપીને પધરાવવામાં આવશે, ત્યારે જામનગરમાં આવતીકાલે ફરીથી ગણેશજીનો જયઘોષ બોલાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application