હોલિવૂડની આ સુપરમોડલ એરપોર્ટ પર ગાંજા સાથે ઝડપાઈ, ભરવો પડ્યો ભારે દંડ

  • August 07, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોલીવુડની સુપર મોડલ ગીગી હદીદ તાજેતરમાં જ ચર્ચામાં આવી હતી. ગીગી હદીદની ગાંજાના કબજા માટે ધરપકડ કરવામાં આવી હતી. હોલીવુડની સુપર મોડલ ગીગી હદીદ તાજેતરમાં જ ચર્ચામાં આવી હતી. ગીગી હદીદની ગાંજાના કબજા માટે ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે તેની મિત્ર લેહ નિકોલ મેકકાર્થી પણ હાજર હતી.


જોકે ધરપકડના થોડા કલાકો બાદ જ જીજીને જામીન મળી ગયા હતા. પરંતુ તે ઘણા લોકોના નિશાના હેઠળ આવી હતી. બેલ મળ્યા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને ખુશી પણ વ્યક્ત કરી હતી.


એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન જીજી પાસેથી ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ જીજીને ડિટેન્શન કેમ્પમાં મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય પછી તેને જામીન મળી ગયા.


કોર્ટમાં જીજીને એક હજાર ડોલર એટલે કે 82 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.બેલ મળ્યા બાદ જીજીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું, 'ઓલ ઈઝ વેલ ધેટ એન્ડ્સ વેલ.' ગીગી હદીદ ભારતમાં પણ હેડલાઈન્સ બનાવી ચુક્યા છે. તેણે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના કાર્યક્રમમાં હાજરી આપી હતી.


આ ઈવેન્ટમાં જીજીએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. હાલમાં જ લિયોનાર્ડો ડી કેપ્રિયો સાથેના તેના અફેરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જો કે બાદમાં તે માત્ર અફવા હોવાનું કહેવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application