ટીમ ઇન્ડિયાએ આઠમી વાર એશિયા કપનું ટાઈટલ કર્યું પોતાના નામ, શ્રીલંકાના બેટ્સમેન સિરાજ અને પંડ્યા સામે બન્યા લાચાર

  • September 17, 2023 07:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઇન્ડિયાએ આજે આથમી વાર એશિયા કપનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. 2023ના એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને આસાનીથી હરાવીને ટાઈટલ જીત્યું છે. ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં જ સરળતાથી લક્ષ્યનો હાંસિલ લીધો હતો.


શ્રીલંકા પહેલા રમ્યા બાદ ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 51 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે આ સાધારણ લક્ષ્યાંક માત્ર 37 બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ 19 બોલમાં 27 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો અને ઈશાન કિશન 18 બોલમાં 23 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ગિલે 6 ચોગ્ગા અને ઈશાને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.


આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ માત્ર 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામે કોઈપણ વિપક્ષી ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી.


ભારતીય ઝડપી બોલરોની બોલિંગ સામે શ્રીલંકાના 9 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. માત્ર કુસલ મેન્ડિસ (17) અને દુષણ હેમંથા (13) જ ડબલ ફિગરને સુધી રમી શક્યા હતા. જ્યારે પથુમ નિસાંકા 02, કુસલ પરેરા 00, સદિરા સમરવિક્રમા 00, ચારિથ અસલંકા 00, ધનંજય ડી સિલ્વા 04, કેપ્ટન દાસુન શનાકા 00, દુનિથ વેલાલાગે 08 અને પ્રમોદ મધુશન 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.


ફાઈનલ મેચમાં સિરાજ સામે શ્રીલંકાના બેટ્સમેનો લાચાર દેખાતા હતા. શ્રીલંકાની તમામ 10 વિકેટ ભારતના ફાસ્ટ બોલરોએ લીધી હતી. એશિયા કપના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે, જ્યારે ફાસ્ટ બોલરોએ તમામ 10 વિકેટ ઝડપી હોય. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6, હાર્દિક પંડ્યાએ 3 અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application