20 વર્ષ સુધી જેને 'હથોડી' ગણતી હતી, તે નીકળ્યુ કંઈક બીજું જ, સત્ય જાણ્યા પછી મહિલા બેહોશ!

  • July 03, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​આપણા બધા સાથે એવું બને છે કે આપણે કોઈ પણ વસ્તુ માટે સસ્તો વિકલ્પ શોધીએ છીએ. આના કારણે કેટલાક પૈસાની બચત પણ થાય છે અને ક્યારેક સર્જનાત્મકતાનો પણ જબરદસ્ત ઉપયોગ થાય છે. જો કે આવી આદત ક્યારેક મોંઘી સાબિત થઈ શકે છે. હમણાં જ એક મહિલાની એવી વાત સામે આવી, જેની  જુગાડી હથોડી ખરેખર હતું મોતનું સાધન.


મહિલા છેલ્લા 20 વર્ષથી હથોડીનો ઉપયોગ કરતી હતી. આ હથોડી ખીલ્લી મારવા, અખરોટ તોડવા અને અન્ય ઘરગથ્થુ ઉપયોગોને કારણે હથોડી લગભગ નકામી થઈ ગઇ હતી. જ્યારે તેને આ વસ્તુ હકીકતમાં શું છે તેની ખબર પડી તો તે સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ. આ ઘટના ચીનમાં બની હતી. અહીં રહેતી 90 વર્ષની મહિલાએ પોતાના જીવનના બે દાયકા એવા અજ્ઞાનતામાં વિતાવ્યા કે જ્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તે અવાચક રહી ગઈ.


જેને હથોડી માનતી હતી તે વાસ્તવમાં 'બોમ્બ' હતો!

મહિલાની અટક ક્વિન છે અને સ્થાનિક અહેવાલો અનુસાર તે ચીનના હુબેઈ પ્રાંતના ઝિયાંગયાંગમાં રહે છે. તેને તેના ખેતરમાં લાકડાના હેન્ડલ સાથે લોખંડની વસ્તુ મળી. તેણે આ વસ્તુને જુગાડમાંથી બનાવેલ હથોડી હોવાનું માન્યું અને તે હથોડીનો ઉપયોગ સખત વસ્તુને તોડવા માટે કરતી. જ્યારે કેટલાક લોકો તેના જૂના મકાનને તોડવા ગયા ત્યારે તેમને આ હથોડો મળ્યો. તેમને સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે તે હેન્ડ ગ્રેનેડ છે અને છેલ્લા 20 વર્ષથી જ્યારે પણ મહિલા તેનો ઉપયોગ કરતી હતી ત્યારે તે પોતાનો જીવ જોખમમાં મૂકતી હતી.


દાદી મસાલો પીસતા 'બોમ્બ' વડે!

વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે તે તેનો ઉપયોગ મસાલા પીસવા, ડ્રાયફ્રૂટ્સ તોડવા અને ખીલ્લીઓ લગાવવા માટે કરતી હતી. હેન્ડ ગ્રેનેડની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી અને તેને તપાસ માટે મોકલી દીધી. તપાસમાં જાણવા મળ્યું કે તે ખરેખર ચાઈનીઝ ટાઈપ 67 હેન્ડ ગ્રેનેડ હતી. જેના વડે દાદી 20 વર્ષથી મસાલો પીસતી હતી. પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વધુ નુકસાન ન થાય તે માટે તેનો નાશ કરવામાં આવ્યો છે. દાદીની વાત કરીએ તો આટલા દિવસો સુધી મોત સાથે રોજની રમત રમ્યા પછી પણ તે હજુ સુધી જીવિત રહી શકી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application