અપંગને ટ્રાઇસિકલ અપાઈ: સાંસદ પરિમલભાઈ નથવાણી આર્થિકનો સહયોગ
તાજેતરમાં લાયન્સ ક્લબ ખંભાળિયાના ઉપક્રમે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે, મૂળ ખંભાળિયાના વતની, રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના આર્થિક સહયોગથી, લાયન્સ ક્લબના સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના, પોરબંદર સ્થિત ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હિરલબા ભુરાભાઈ જાડેજાના હસ્તે ૬૦ જેટલા જરૂરીયાતમંદ પરિવારોને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે લાયન્સ ક્લબ ખંભાલિયાના પ્રમુખ નિમિષાબેન નકુમે સૌને આવકારેલ હતા, મહિલા મંડળના સ્થાપક પ્રમુખ, મહિલા અગ્રણી ડોક્ટર પ્રફુલાબેન બરછાએ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ હતી.
આ પ્રસંગે લાયન્સ ક્લબ ખંભાળિયા દ્વારા એક જરૂરિયાતમંદ અપંગને વિનામૂલ્યે ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવેલ હતી, જ્યારે સર્વે આયોજન, સંસ્થાના સેક્રેટરી હાડાભા જામ, ટ્રેઝરર ચંદાબેન મોદી તેમજ ઝોન ચેરમેન પરેશભાઈ મહેતાએ ઉપસ્થિત રહી વ્યવસ્થા જાળવેલ હતી.
આ પ્રસંગે, સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના પૂર્વ લાયન્સ ડિસ્ટ્રીક ગવર્નર ધીરેનભાઈ બદીયાણીએ ઉપસ્થિત રહી પ્રવૃત્તિના આયોજન અંગે માહિતી આપેલ હતી, આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબના સુંદરજીભાઈ સુરેલીયા, હરેશભાઈ બારાઈ, ઘનશ્યામસિંહજી જાડેજા, ડો. શૈલેષભાઈ નકુમ, વિનોદભાઈ બરછા, યુનુસભાઈ દારૂવાલા, પરબતભાઈ ગઢવી, દિનેશભાઈ પોપટ, ડો. નિલેશભાઈ રાયઠઠા, નીતાબેન બદીયાણી તેમજ દર્શનાબેન મહેતાએ વિતરણ વ્યવસ્થા દરમિયાન ઉપસ્થિત રહી જહેમત ઉઠાવેલ હતી.
આ તકે જરૂરિયાતમંદ પરિવારો તથા ટ્રાઇસિકલના અપંગ લાભાર્થીએ આનંદ અને સંતોષની લાગણી સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંસદમાં હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી અને લોકસભાની અનિશ્ચિત સમય સુધી સ્થગિત
December 20, 2024 11:31 AMજામનગર: પશુ સંવર્ધન ક્ષેત્રે વિજ્ઞાનનો ચમત્કાર-સેકસ્ડ સીમેન ટેકનોલોજી
December 20, 2024 11:28 AMસલાયા મરીન પોલીસ દ્વારા ચાર બોટધારકો સામે મત્સ્ય ઉદ્યોગ અધિનિયમનો ભંગ બદલ ગુન્હો
December 20, 2024 11:27 AMરાજકોટમાં ૯.૫, નલિયામાં ૬.૪ ડિગ્રી ઠંડી
December 20, 2024 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech