ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટની તપાસ માટે ગુજરાત સરકારે ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરી છે. આ કમિટી 15 દિવસમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. આ કમિટીમાં IAS, IPS, FSL ચીફ અને એન્જિનિયર સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ડીસાના ઢુંવા રોડ પર ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 21 લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક SITની રચના કરી છે.
SITમાં સામેલ અધિકારીઓ:
ભાવિન પંડ્યા (IAS અધિકારી, સેક્રેટરી લેન્ડ રીફોર્મ્સ, મહેસુલ વિભાગ) - અધ્યક્ષ
વિશાલ વાઘેલા (IPS અધિકારી, નાયબ પોલીસ મહાનિરીક્ષક)
એચ.પી સંઘવી (ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)
જે.એ ગાંધી (ચીફ એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગ)
આ કમિટી ડીસા બ્લાસ્ટ કેસની વિસ્તૃત, વિશ્લેષણાત્મક અને તટસ્થ તપાસ કરશે અને 15 દિવસમાં સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે.
આ ઘટના બાદ સરકારે તત્કાલીન પગલાં લીધા હતા, જેમાં ફરાર આરોપી પિતા-પુત્રની ધરપકડનો સમાવેશ થાય છે. હવે SITની રચનાથી આ કેસની તપાસ વધુ ઝડપી અને પારદર્શક બનશે તેવી આશા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેઘપર પોલીસે દિલ્હીમાંથી ૬ મોબાઈલ કર્યા કબજે
May 05, 2025 10:56 AMભાદરામાં ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન બી.એ.પી.એસ મંદિરનો ૧૫ મો પાટોત્સવ ઉજવાયો
May 05, 2025 10:46 AMજામનગર નજીક અલીયાબાડા પાસે કુતરૂં આડું ઉતરતાં ઇકો કારની ગુલાંટ
May 05, 2025 10:42 AM27 કરોડનો ઋષભ પંત ફરી નિષ્ફળ સાબિત થયો, આઈપીએલનો સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો
May 05, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech