સિરપ કાંડ: રાજકોટ ભાજપના હોદ્દેદાર બંધુ નીકળ્યા સૂત્રધાર

  • August 02, 2023 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરના શખસ સાથે મળીને સિરપના નામે નશીલી બોટલોનો ચલાવતા હતા લાખોનો કાળો કારોબાર: એફએસએલ રિપોર્ટ આધારે ક્રાઈમ બ્રાંચે ૬ સામે નોંધ્યો ગુનો, ત્રણ સકંજામાં





રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ દ્રારા ગત માસે પકડેલા ૭૩ લાખની કિંમતના સિપર કાંડમાં રાજકોટ ભાજપના હોદ્દેદાર ડોડિયા બંધુ મુખ્ય સૂત્રધાર નીકળ્યા છે. ભાવનગરના શખસ સાથે મળીને નશીલા સિરપનો કાળો કારોબાર ચલાવતા હતા. ક્રાઈમ બ્રાંચે પાંચ શખસો સામે ગુનો નોંધી ત્રણ શખસોને સકંજામાં લઈ સૂત્રધાર બેલડીની શોધખોળ આરંભી છે.



રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્રારા ગત તા.૩ના રોજ ઢેબર રોડ ટ્રક પાકિગ નાગરિક બેન્ક સર્કલ પાસેથી તેમજ કોઠારિયા હુડકો ચોકડી પાસેથી હર્બલના પીણા શિરપના નામે પાંચ ટ્રકમાં ભરાઈને જતી ૭૩,૨૭,૫૦૦ની કિંમતની ૭૩,૨૬૫ બોટલ તેમજ ૪૩ લાખના પાંચ આઈસર ટ્રક મળી ૧,૧૬,૨૬,૯૦૦નો મુદામાલ કબજે લીધો હતો. શિરપની બોટલોમાં દ્રાક્ષાસવ સ્પેશિયલ સહિતના અલગ અલગ છ બ્રાંડના રૂપકડા નામો લખાયેલા, પ્રિન્ટો હતો. શિપરમાં કોઈ કેફી પ્રવાહી મિશ્રિત કરાયા હોવાનું અને આવા શિપરની બોટલો નશો કરવામાં વેચાતી હોવાની પોલીસને દ્રઢ શંકા હતી. શિરપમાં કયાં દ્રવ્યોનું આલ્કોહોલનું મિશ્રણ છે તે નિિત કરવા માટે શિરપના સેમ્પલ એફએસએલમાં મોકલાયા હતા.




એફએસએલ રિપોર્ટમાં આયુર્વેદિક શિરપના નામે બોટલોમાં મિશ્રિત શિરપમાં ઈથાઈલ આલ્કોહોલ આઈસો પ્રોપાઈલ આલ્કોહોલનું મિશ્રણ હોવાનું ફલિત થયું હતું. એફએસએલનો રિપોર્ટ આવતા ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન.પરમારે સરકાર તરફે ફરિયાદી બનીને ગુનો નોંધાવ્યો છે.



ફરિયાદમાં આરોપીઓ તરીકે રાજકોટ શહેર ભાજપ સાથે જોડાયેલા ભાજપના બક્ષીપચં મોરચાના પૂર્વ હોદેદાર વોર્ડ નં.૧૨ના ઉપપ્રમુખ ડોડિયા બંધુ ધર્મેશ નટવરલાલ તથા રૂપેશ રહે.બન્ને સ્વામિનારાયણનગર શેરી નં.૨ ગોકુલધામ તેમજ ભાવનગરના લકધીરસિંહ કાળુભા જાડેજા, અશોક ગગજીભાઈ ચૌહાણ રહે.ગોકુલધામ આરએમસી કવાર્ટર બ્લોક નં.૮૧૩૮૯, અંબાજી કડવા પ્લોટ–૧માં રહેતા જયરાજ અમરશીભાઈ ખેરડિયા, મવડી રાજ રેસિડન્સી–૨ બ્લોક નં.૨માં રહેતા મેહુલ અરવિંદભાઈ જસાણી તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે.



એક સાથે પોણો કરોડની કિંમતની માત્રામાં શહેરમાં પ્રથમ વખત શિરપનો જથ્થો પકડાયો હતો. ત્યારે એવું ગાયું હતું કે શહેર ભાજપના અગ્રણી બંધૂના કારનામા છે કદાચ પોલીસ કાર્યવાહીને બ્રેક આવશે? જો કે, ક્રાઈમ બ્રાંચે રિપોર્ટ આવતા ભાજપના બન્ને પૂર્વ હોદેદાર સહિતના સામે ગુનો નોંધ્યો છે. જે તે સમયે દરોડો પાડનારા જથ્થો પકડનારા તાત્કાલિન પીઆઈ બી.ટી.ગોહિલ અને તેમની ટીમ હતી. અચાનક બદલી થતાં એવો પણ ગણગણાટ ચાલ્યો છે કે, બદલી પાછળ આવું કોઈ કારણ નહીં હોયને?હાલ તપાસ પીએસઆઈ પરમાર ચલાવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ આરોપીઓ પૈકી ભાવનગરના લકધીરસિંહ જાડેજા, ધર્મેશનું ગોડાઉન સંભાળતા અશોક ચૌહાણ ટ્રકો ભાડે કરી લાવનાર જયરાજ ખેરડિયાને સકંજામાં લઈ ધર્મેશ, રૂપેશ તેમજ મેહુલની શોધખોળ હાથ ધરાઈ છે.અગાઉ શાપર–વેરાવળ પોલીસે બે વખત પડવલા સ્થિત ગોડાઉન પર દરોડો પાડીને શિરપનો જથ્થો પકડી પાડયો હતો જેમાં ધર્મેશ સહિતના સામે ગુનો નોંધાયો હતો.




મિશ્રિત પ્રવાહી અતિ ઘાતક, પીવાથી મોતને નિમંત્રણ
શિરપમાં ઈથાઈલ આલ્કોહોલ, પ્રોપાઈલ આલ્કોહોલ મિશ્રિત કરાતા હતા. દેશી દારૂ પણ વપરાતો. આ શિરપ બોટલ પીવાથી શરીર ખોખલુ થઈ જાય અને રોજિંદા સેવનથી શરીરના આંતરીક અવયવોનું પતન થાય અને મોત નિિત બની જાય. મિશ્રિત કેમિકલ પ્રોડકટમાં હેન્ડ સેનેટાઈઝરમાં વપરાશમાં લેવાતા હોય છે. ગેંગ દ્રારા શિરપ બનાવવામાં વપરાતા હતા. આ કેમિકલ નશાકારક હોય છે.



ભાવનગરનો શખસ ડુપ્લિકેશન કરી જથ્થો ધર્મેશને મોકલતો હતો
ભાવનગરનો શખસ લખધીરસિંહ તથા ધર્મેશ, રૂપેશની ત્રિપુટી સમગ્ર કારસ્તાનની સૂત્રધાર હતી. ભાવનગરનો લખધીરસિંહ આયુર્વેદિક હેલ્થ કંપનીના નકલી સ્ટીકર્સ બનાવતો બોટલોમાં આવા સ્ટીકર્સ લગાવી શિરપ ભરતો હતો અને આવો જથ્થો ડોડિયા બંધૂને રાજકોટ પરવલા પહોંચતો કરાતો હતો. ડોડિયાબંધુ દ્રારા પડવલામાં પણ શિરપની બોટલોનું મિશ્રિણ બનાવીને બોટલો તૈયાર કરાતી હતી. આવી બોટલોનો જથ્થો જે તે શહેર, તાલુકા કે ગામોમાં પાનની દુકાનો કે આવા સ્થળોએ સપ્લાય થતો હતો. આ આયુર્વેદિક, હર્બલ શિરપ પીણાના નામે દુકાનો કે આવી જગ્યાઓએ વેચાણ થતુ હતું. કહેવાય છે કે, કરોડો રૂપિયાનો કાળો કારોબાર હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application