સોમનાથ-વેરાવળ એસટી તંત્ર પરીક્ષાર્થી માટે સંપૂર્ણ સજ્જ

  • May 05, 2023 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં તલાટીની પરીક્ષાહોવાથી સોમનાથ-વેરાવળ એસટી ડીપો સલામત મુસાફરી માટે રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ રીતે સજ્જ છે.
સોમનાથ-વેરાવળ એસટી ડેપોના મેનેજર અને ટ્રાફિક ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ સજ્જ છે. ગીર સોમનાથમાં ઉના, કોડીનાર, વેરાવળ, સુપિડા, તાલાલાથી દોડનારી બસોની વિગત જે તે એસટી ડેપોનો સંપર્ક કરવાથી જાણકારી મળી રહેશે.


વેરાવળથી ચાલુ રૂટો ઉપરાંત ૯૨ જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલન થશે અને જો જ‚ર પડે તો વધુ બસો લાવવાની પણ તૈયારી કરવામાં આવી છે.
અહીંથી ઉપડનારી બસો તલાટી પરીક્ષામાં બેસવા માગતા પરીક્ષાર્થીઓ માટે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર સુધીની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે.
એસટીએ તમામ રૂટોની બસોમાં એડવાન્સ બુકિંગ ચાલુ કરી દીધેલ છે જેથી સંખ્યા જાણી શકાય અને અગાઉથી બહારથી બસો મગાવી શકાય.
વેરાવળ બસ સ્ટેશન ખાતે એડવાન્સ બુકિંગ સવારે ૮થી રાત્રે ૧૨ કલાક તેમજ સોમનાથ બસ સ્ટેશન ખાતે સવારે ૬થી રાત્રે ૧૦ કલાક સુધી ટિકિટ રિઝર્વેશન બુકિંગ ચાલુ કરી દેવાયું છે. જ‚ર પડયે વેરાવળ એસટી ઈન્કવાયરી ૨૮૭૬-૨૨૧૬૬૬ સોમનાથ એસટી ઈન્કવાયરી ૦૨૮૭૬-૨૩૧૮૮૬ ઉપર સંપર્ક સાધવાથી માહિતી મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application